ચાઈનીઝ એપ પરના પ્રતિબંધથી ભડક્યુ ચીન, ચાઈનીઝ કંપનીઓને રક્ષણ આપવા ચીનના હવાતીયા

Chinese apps banned in India
Chinese Foreign Ministry Spokesperson

લદાખના મુદ્દે રાજદ્વારી અને સૈન્ય મોરચે ચીનને લડત આપી રહેલા ભારતે, હવે ચીનની આર્થિક તાકાતને તોડવાનો નિર્ધાર કર્યો હોય તેમ લાગે છે. ભારતે આ લડાઈની શરુઆત ઘરે ઘરે પહોચી ચૂકેલા સ્માર્ટ ફોનમાં રહેલ ચાઈનીઝ એપ ઉપર પ્રતિબંધ લગાવીને કર્યો હોવાનું કહેવાય છે. તો ચાઈનીઝ એપ ઉપર પ્રતિબંધ મૂકાતા જ ચીન ભડકી ઊઠયુ છે. ચાઈનીઝ એપ ઉપરના પ્રતિબંધથી હેરાન પરેશાન થઈ ચૂકેલા ચીન કહ્યું છે કે, અમે સમગ્ર ઘટના ઉપર નજર રાખી રહ્યા છીએ અને આંતરરાષ્ટ્રીય નિયમોનુ ભારત પાલન કરશે તેવી વાત ઉચ્ચારી છે.

READ  મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના મુદ્દે ભારત-પાકિસ્તાન કરતાં હવે અમેરિકા-ચીન સામ-સામે, ચીનની મુશ્કેલી અમેરિકાએ વધારી દીધી

ચીનના વિદેશ વિભાગના પ્રવકત્તા જાઓ લિજીયાને, ભારતે 59 ચાઈનીઝ એપ્સ ઉપર મૂકેલા પ્રતિબંધ અંગે પ્રતિભાવ આપતા કહ્યું કે, ભારતના આ પગલાથી ચીનને ચિંતા છે. સમગ્ર ઘટનાની ચીન સમિક્ષા કરી રહ્યું છે. અમે અમારા ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કાયદા-નિયમોનું પાલન કરવા કહીએ છીએ. ભારતે પણ ચીન સહીત તમામ આંતરરાષ્ટ્રીય રોકાણકારોના કાનુની અધિકારો અને હક્કનું પાલન કરવું જોઈએ. ભારતે ગઈકાલે રાત્રે ટીકટોક, હેલો, યુસી બ્રાઉઝર, શેર ઈટ, વીચેટ સહીત ચીનની 59 એપ્સ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રતિબંધ મૂકતા ભારત સરકારે જણાવ્યુ કે, દેશની સુરક્ષા, એકતા અને અખંડીતતા માટે જરૂરી હતું.

FB Comments