ફરી ચીનની અવળચંડાઈ! ભારતના વિસ્તારમાં 6-7 કિલોમીટર સુધી સેનાએ કરી ઘૂસણખોરી

અરુણાચલના ડોકલામને લઈને ભારત અને ચીન વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. ફરીથી એવી ખબર આવી રહી છે કે ચીનના સૈનિકોએ ભારતના વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી.  આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારતનું એક ગામ જે બોર્ડર પર આવેલું છે તે બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાનો જન્મદિવસની ઉજવણી કરી રહ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પ્રતીકાત્મક તસવીર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોહલીનું કારનામું, ક્રિકેટના 'ભગવાન' સચિન તેંડુલકરનો તોડ્યો આ રેકોર્ડ

ભારતીય આર્મીના વિશ્વસનીય સુત્રો દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે કે ચીનના સૈનિકોએ ભારતની સીમામાં ઘૂસણખોરી કરી હતી. ચીન અને ભારતની સીમા પર એક ગામ આવેલું છે જેનું નામ ડેમચોક છે. જ્યાં તિબ્બતના લોકો પણ રહે છે અને તેઓ દલાઈલામાનો જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં હતા. ગામના સરપંચ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો કે ચીનના સૈનિકોએ ગામ સહિત 6-7 કિલોમીટરના વિસ્તાર જે ભારતની સીમામાં આવ્યા છે અને તેમણે ઘૂસણખોરી કરી હતી. જો કે ભારતીય આર્મીના સુત્રો દ્વારા આ વાતને નકારી કાઢવામાં આવી છે.

READ  ભારતીયોને ઝટકો! સઉદી અરબ આ ક્ષેત્રમાં નહીં આપે કોઈ વિદેશીને નોકરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતીય આર્મીના સુત્રો દ્વારા એવી જાણકારી આપવામાં આવી છે કે જ્યારે ડેમચોક ગામના લોકો દ્વારા દલાઈ લામાનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો હતો ત્યારે ચીનના કર્મચારીઓ કે નાગરિકો નિયંત્રક રેખાની નજીક ઉભા રહ્યાં હતા. જો કે ગામના સરપંચે કહ્યું કે ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી છે અને તેઓ આ વાતને લઈને ઉપર સુધી ફરીયાદ કરશે.

READ  કાશ્મીરને 370 મુક્ત બનાવ્યા બાદ ચારો ખાને ચિત્ત પાકિસ્તાન ચીનના શરણે પહોંચ્યું

આ પણ વાંચો:  શ્રીદેવીના મોતને લઈને કેરળના ડીજીપી કર્યો એવો દાવો કે બોની કપૂરે કહ્યું ‘આવી વાતો તો થતી રહેશે!’

 

[yop_poll id=”1″]

 

Newborn baby girl found dead in garbage dump in Vejalpur, Ahmedabad | Tv9GujaratiNews

FB Comments