જાણો ચીનના રાષ્ટ્રપતિની કારની ખાસિયતો, દુનિયાને પણ ખબર નથી જિનપિંગની કારના ઘણા રાજ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ્યારે વડાપ્રધાન મોદીની સાથે મહાબલીપુરમમાં હશે તો તે તેમની મનપસંદ કારથી જ મુસાફરી કરશે. રાષ્ટ્રપતિ જિનપિંગની કાર કોઈ પણ કારણસર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કારથી કમજોર નથી. ચીની રાષ્ટ્રપતિ મેજબાન દેશની કારની જગ્યાએ પોતાની હોંગશી કારને વધારે પસંદ કરે છે. રાષ્ટ્રપતિ જિનપિંગ માટે ચીની લિમોઝીન હોંગશી કાર પણ સાથે આવી રહી છે. તે મેડ ઈન ચાઈના કારમાં જ મુસાફરી કરશે.

ચેન્નાઈ એરપોર્ટ પર ઉતર્યા પછી જિનપિંગ ભારતની ધરતી પર પગ રાખશે ત્યારે હોંગશી કાર પણ તેમની રાહ જોતી હશે. પછી જિનપિંગ તેમની મનપસંદ કારમાં બેસીને હોટલ જવા માટે રવાના થશે. આ આલીશાન કાર કાળા રંગની લેમોઝિન છે. લેમોઝિન કારને દુનિયાની સૌથી મોંઘી કારની શ્રેણીમાં રાખવામાં આવે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પણ લેમોઝીન કારમાં જ મુસાફરી કરી છે. જિનપિંગ જે કારમાં હશે તેને બંકર બનાવવી વધુ યોગ્ય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ખુશખબરી: સબસિડી વગરના LPG સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો

હોંગશી કારની બારી અને દરવાજા ખુબ જ ભારે હોય છે. આ કારમાં ઘણા પ્રકારના હથિયાર પણ છુપાવેલા હોય છે. આ કારમાં કોમ્યુનિકેશનની પુરતી વ્યવસ્થા હોય છે. ચીનના રાષ્ટ્રપતિ કારની અંદર જ ચીનની દરેક ગતિવિધી પર નજર રાખી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ચીનના સૈન્ય પરિવારજનોમાં જિનપિંગ સામે ભભૂકતો રોષ, સોશ્યલ મિડીયા ગુસ્સા સાથે પુછાયા પ્રશ્નો, ભારતીય સૈન્યના હાથ માર્યા ગયેલા સૈન્ય જવાનોની સંખ્યા અને ઓળખ કેમ છુપાવો છો ?

 

 

તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકાના રાષ્ટ્રપતિની કારના ફીચર દુનિયાને ખબર છે પણ ચીનના રાષ્ટ્રપતિની કારને સીક્રેટ રાખવામાં આવી છે. તેનાથી જોડાયેલા ઘણા રાજ પણ અત્યાર સુધી દુનિયાની સામે આવ્યા નથી. જિનપિંગની કારને ખાસ એ પ્રકારે બનાવવામાં આવી છે કે તેને દુનિયાની સૌથી સુરક્ષિત કારોમાં ગણવામાં આવે છે.

READ  બુલેટ બાઈક લઈને અવાજનું પ્રદૂષણ ફેલાવનારાઓની ખેર નથી...પોલીસ લઈ રહી છે પગલાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ કાર ચીનની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપનીએ ખાસ ચીનના રાષ્ટ્રપતિ માટે બનાવી છે. બજારમાં હોંગશી કારની કિંમત 5.5 કરોડ રૂપિયા છે. આ કારની ફ્રન્ટ ગ્રિલ લાંબી છે. આ ગાડી 402 હોર્સ પાવરની છે. સિંગલ ગેસ ટેન્ક ફુલ કરવા પર 500 માઈલ સુધી આ ગાડી દોડી શકે છે.

 

Oops, something went wrong.
FB Comments