અમેરિકા પહોંચ્યો ચીનનો જાનલેવા કોરોના વાયરસ, ભારતમાં પણ એલર્ટ

chinese wuhan corona virus case in america airports alert america pohchyo china no janleva corona virus India ma pan alert

ચીનના વુહાનમાં જાનલેવા કોરોના વાયરસ (Coronavirus)હવે સરહદ પાર કરી ગયો છે. અમેરિકામાં પણ તેની અસર જોવા મળી રહી છે. જ્યાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. ચીનમાં આ વાયરસ લગભગ 9 લોકોના જીવ લઈ ચૂક્યો છે.

chinese wuhan corona virus case in america airports alert america pohchyo china no janleva corona virus India ma pan alert

અમેરિકી સ્વાસ્થ્ય વિભાગે મંગળવારે પોતાની જમીન પર આ નવા વાયરસ હોવાની પુષ્ટી કરી. વિભાગ તરફથી કહેવામાં આવ્યું કે વોશિંગટનની પાસે 30 વર્ષના યુવકમાં આ વાયરસ જોવા મળ્યો. વોશિંગટનના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એટલા માટે નહીં કે તે ગંભીર રીતે બીમાર છે પણ તપાસ માટે દાખલ કરવામાં આવ્યો છે. યુવકની સ્થિતી હાલમાં સારી જણાવવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના સામેની જંગમાં રાજકોટના ઉદ્યોગપતિએ પોતાની કોઠાસૂઝથી તૈયાર કર્યું સેનેટાઇઝર મશીન

વુહાનથી અમેરિકા પહોંચ્યો હતો યુવક

કોરોના વાયરસ ચીનના વુહાનથી શરૂ થયો છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો તેની ઝપટમાં છે. અમેરિકામાં જે યુવકની અંદર આ વાયરસ જોવા મળ્યો છે, તે 15 જાન્યુઆરીએ વુહાનથી અમેરિકા પહોંચ્યો હતો. અખબારોમાં સમાચાર વાંચ્યા પછી આ યુવક ચેકઅપ કરાવવા પહોંચ્યો, જ્યાં આ વાયરસનો ખુલાસો થયો. આ કેસ સામે આવ્યા પછી વુહાનથી આવનારી ફ્લાઈટો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. મુસાફરોનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

READ  સુરત: કોરોના વાયરસના વધુ 11 શંકાસ્પદ કેસ આવ્યા સામે, તમામની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતીય એરપોર્ટ પર પણ એલર્ટ

ભારતમાં ચીનથી આવનારા મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્લી, મુંબઈ અને કોલકત્તા સિવાય ચેન્નાઈ, બેંગ્લુરૂ, હૈદરાબાદ અને કોચીન એરપોર્ટ પર ચીનથી આવનારા મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે.

READ  મુંબઈથી ગોરખપુર માટે રવાના થયેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેન પહોંચી ગઈ ઓડિશા, રેલવેએ આ મામલે તપાસ શરૂ કરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચીનના વુહાનમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ડિસેમ્બર 2019માં સામે આવ્યો હતો. ત્યારબાદ સતત આ વાયરસ ઝડપથી વધી રહ્યો છે. અત્યાર સુધી આ વાયરસની ઝપટમાં 450 લોકો આવી ચૂક્યા છે. WHO પણ આ મામલે તાત્કાલિક બેઠક કરી રહ્યું છે.

 

Oops, something went wrong.
FB Comments