ભાજપના પૂર્વ સાંસદ ચિન્મયાનંદ દ્વારા લો સ્ટુડન્ટ સાથે એક વર્ષ સુધી દુષ્કર્મના આરોપમાં 14 દિવસની જેલ

chinmayanand

ભાજપના નેતા ચિન્મયાનંદને લોની સ્ટુડન્ટ સાથે બળાત્કારના આરોપમાં કોર્ટે 14 દિવસ માટે જેલ હવાલે કર્યા છે. તો આ જ કેસમાં UPની SITએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં નવીન અરોડાએ કહ્યું કે, ચિન્મયાનંદે પોતના પર લાગેલા આરોપને કબૂલ કરી લીધા છે. જે વીડિયો વાઈરલ થયો તેમાં ખુદ ચિન્મયાનંદ છે તેનો પણ સ્વીકાર કરી લીધો છે. જેના આધારે ધરપકડ કરવામાં આવી છે. આ વીડિયો અને ઓડિયોની પૂરી રીતે તપાસ કરાઈ છે. સાથે ચિન્મયાનંદે પણ પોતાની ભૂલની માફી માગી છે.

READ  નવરાત્રી 2019 રહેશે ભક્તો માટે લાભદાયી, જાણો શું છે વિશેષ યોગ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ અમેરિકાના હ્યુસ્ટનમાં ‘Howdy Modi’નામનો કાર્યક્રમ, જાણો ‘Howdy’નો શું અર્થ થાય છે

ઉત્તર પ્રદેશ સરકારે ગઠન કરેલી વિશેષ તપાસ દળ દ્વારા ચિન્મયાનંદને તેના આશ્રમ પરથી સવારે 9 વાગ્યે ધરપકડ કરી છે. જે બાદ કોર્ટમાં રજૂ કરાયો છે. તો સાથે ચિન્મયાનંદ પાસે ખંડણી માગવાની કોશિશમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વાહ ભાઈ વાહ : દેશના આ રાજ્યમાં ખેડૂતો બટાકાને પિવડાવી રહ્યા છે ‘દારૂ’ અને થઈ રહ્યા છે માલામાલ, કેમ અને કેવી રીતે ? વાંચો રસપ્રદ અને સાચી ખબર

મહત્વનું છે કે, લૉની વિદ્યાર્થિનીએ 12 પેજની ફરિયાદ દાખલ કરી છે. જેમાં આપેલા નિવેદનમાંથી ચોંકાવનારી બાબત સામે આવી છે. પીડિતાએ કહ્યું કે, ચિન્મયાનંદે તેને બ્લેક મેઈલ કરીને રેપ કર્યો છે. બાથરૂમમાં નહાવાનો વીડિયો ઉતારી ધમકી આપવામાં આવી હતી. ધમકીઓ દ્વારા એક વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. અને દુષ્કર્મનો વીડિયો પણ ઉતાર્યો છે.

READ  VIDEO: ચંદીગઢના મોહાલીમાં કારચાલક મહિલાએ લોખંડના સળિયા સાથે યુવકને માર માર્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments