ક્રિસ ગેઈલના આ રેકોર્ડની આગળ છે બધા જ ક્રિકેટર્સ નિષ્ફળ શું IPL 2019માં આ રેકોર્ડ તુટશે?

23 માર્ચથી IPLની 12મી સિઝન શરૂ થવાની છે. ત્યારે બધી જ ટીમો અને ક્રિકેટર્સ નવા રેકોર્ડ બનાવશે. ત્યારે 1 રેકોર્ડ ક્રિસ ગેઈલના નામે અતુટ છે. જે IPLમાં અત્યાર સુધી નથી તુટયો શું આ વખતે આ રેકોર્ડ તુટશે?

વેસ્ટઈન્ડિઝના ખતરનાક બેટસમેન ક્રિસ ગેઈલને IPLના સિક્સર કિંગ માનવામાં આવે છે અને તે કારણથી જ બધા તેમની આગળ નિષ્ફળ છે. ક્રિસ ગેઈલે 23 એપ્રિલ 2013માં પુણે વોરિયર્સની સામે 175 રનની અણનમ ઈનિંગ રમીને 17 સિક્સર ફટકારી હતી. જે 1 ઈનિંગમાં સૌથી વધારે સિક્સરોનો રેકોર્ડ છે. IPLની 5 સિઝન પછી પણ કોઈ બેટસમેન આ રેકોર્ડને તોડવાની વાત તો દુર તેની નજીક પણ નથી પહોંચ્યા.

 

 

IPLમાં 1 ઈનિંગમાં વધારે સિક્સરો ફટકારવાના રેકોર્ડમાં બીજુ નામ ન્યૂઝીલેન્ડના બેટસમેન બ્રેન્ડન મેકકુલમનું છે. તેમને કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) માટે 18 એપ્રિલ 2008માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) ની સામે 158 રનની ઈનિંગ રમીને 13 સિક્સરો ફટકારી હતી.

IPLમાં 1 ઈનિંગમાં સૌથી વધારે સિક્સરો ફટકારવામાં એ.બી ડીવિલિયર્સ નું નામ પણ છે. તેમને 14 મે 2016માં ગુજરાત લાયન્સની સામે 129 રન બનાવીને 12 સિક્સરો ફટકારી હતી અને તે 3 નંબર પર છે. આ લિસ્ટમાં 4 નંબર પર ફરીથી ક્રિસ ગેઈલનું નામ જ છે. 6 મે 2015માં કિંગ્સ ઈલેવન પંજાબની સામે 117 રન બનાવીને 12 સિક્સરો ફટકારી હતી.

Ahmedabad: Miscreant arrested for killing a man over an old rivalry in Ramol- Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

આ ગુજરાતી મહિલાએ કર્યુ એવુ કામ કે એક ગુજરાતી તરીકે તમને પણ થશે ગર્વ

Read Next

ખુશખબર! 1 એપ્રિલથી બદલાઈ શકે છે PFથી જોડાયેલો આ નિયમ

WhatsApp chat