LRD ભરતીમાં 1-8-2018નો પરિપત્ર લાગુ થશે નહીં…62.5 માર્કસ ધરાવતી તમામ મહિલાઓને મળશે નોકરી

Circular of 1-8-2018 will not apply in LRD recruitment .... All women holding 62.5% will get jobs

LRD વિવાદ મુદ્દે સરકારે એક નવો ફોર્મ્યુલા સામે લાવ્યો છે. સરકારના GRના વિવાદનો અંત આવ્યો છે. સરકારે એક નવો નિર્ણય કર્યો છે. જેમાં 62.5 ટકા ધરાવતા તમામ મહિલા ઉમેદવારની ભરતી કરશે. જેની સાથે સરકારે કહ્યું કે, અમે જાહેર કરેલો GR આ ભરતીમાં ધ્યાનમાં લેવાયો નથી. તેનું કોઈ અમલીકરણ ગણવામાં આવશે નહીં. સાથે સરકારે કેટેગરી પ્રમાણે ભરતીના આંકડા પણ જાહેર કરી દીધા છે. જેમાં SC-ST-OBC અને જનરલ કેટેગરીમાં કેટલી ભરતી કરશે તેની જાહેરાત પણ કરી છે. 5227 જેટલી જગ્યા પર સરકાર ભરતી કરશે. બક્ષીપંચની 3248 બેઠક પર ભરતી કરશે. ST સમાજની 511 ઉમેદવારની ભરતી થશે. જનરલ કેટેગરીમાં 883 ઉમેદવારની બેઠક ભરાશે. SC કેટેગરીમાં 588ની ભરતી કરાશે.

READ  રાજ્યમાં કોરોનાના વધુ 485 કેસ, અત્યાર સુધી 12,212 દર્દી રિક્વર થયા

આ પણ વાંચોઃ બનાસકાંઠા પાલનપુરના સરીપડા ગામે દલિત પરિવારના લગ્નમાં જાનૈયાઓ પર પથ્થરમારો

નીતિન પટેલે GR વિશે પણ કહ્યું કે, આ ભરતી પુરતો જ GR લાગુ ન કરવાની વાત કરી છે. અને 1997થી ચાલતી ભરતી પ્રક્રિયા અનુસાર કામગીરી થશે. તો સાથે આંદોલન પુર્ણ કરવાની અને નોકરી મળે તેવી આશા વ્યક્ત કરી હતી.

READ  જાણો 7 બેઠકોની પેટાચૂંટણી માટે શું રહેશે ભાજપનો ચક્રવ્યૂહ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

LRD ભરતીમાં સરકારના પરિપત્ર બાદ બે પક્ષો દ્વારા આંદોલન ચાલી રહ્યા છે. જેને લઈ સરકારમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આજે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, સચિવ વિકાસ સહાય સહિત ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તો મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. બેઠક બાદ નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.

READ  અમેરિકામાં PM મોદીના સ્વાગત માટે ભારતીય મૂળના શેફ ભોજનની સ્પેશિયલ 'નમો થાળી' તૈયાર કરશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments