હાથમાં બંદૂક પકડી તાજમહેલની આતંકીઓથી સુરક્ષા કરતા CISFના જવાનોના હાથમાં જોવા મળી રહી છે ‘ગલોલ’, જાણો કેમ

બંદૂક લઈને તાજમહેલની સુરક્ષા કરતા સેન્ટ્રલ ઈન્ડિસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના જવાનોના હાથમાં આજકાલ ગલોલ જોવા મલી રહી છે. આતંકીઓથી આ ઐતિહાસિક સ્મારકની રક્ષા કરતા CISFના જવાનો આ દિવસોમાં વાંદરાઓના આતંકથી પ્રવાસીઓને બચાવી રહ્યા છે. આ જવાનો વાંદરાઓને જોઈને ગલોલ ચલાવી તેમને ડરાવે અને ભગાડે છે.

આગ્રાના તાજમહેલની સુરક્ષા માટે CISF જવાનોને લગભગ એક ડઝનથી વધુ ગલોલ આપવામાં આવી છે. તેમને 17મી શતાબ્દીના આ સ્મારકના પૂર્વ અને પશ્વિમ ગેટ પાસે પ્રવાસીઓની સુરક્ષા માટે તેનાત કરવામાં આવ્યા છે.

READ  VIDEO: ખેડૂતોનો સરકારને સવાલ, મહારાષ્ટ્રમાં દેવા માફી તો ગુજરાતમાં કેમ નહીં?

ઘાયલ થઈ ચૂક્યા છે ઘણાં પ્રવાસીઓ

તાજમહેલ ફરવા આવતા ઘણાં પ્રવાસીઓ પર વાંદરાઓ હુમલો કરી ચૂક્યા છે. ઘણાં વિદેશી પર્યટકો પણ તેમના ઝપાટામાં આવીને ઘાયલ થઈ ચૂક્યા છે. આ વાંદરાઓનો આતંક એટલો છે કે તેઓ પ્રવાસીઓના હાથમાંથી સામાન છીનવીને ભાગી જાય છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં ઓસ્ટ્રેલિયાથી આવેલા એક પ્રવાસી પર વાંદરાએ હુમલો કર્યો હતો. ફ્રેચ પ્રવાસીઓને પણ વાંદરાઓએ બટકું ભર્યું હતું.

 

ફૂડ આઈટમ લઈ જવાની અનુમતિ નહીં

CISFના કમાન્ટેડ બ્રિજ ભૂષણે કહ્યું,

“વાંદરાઓ પ્રવાસીઓ પર અચાનક જ ઝૂંડમાં આવીને હુમલો કરી દે છે. વાંદરાઓનો આ પ્રકારનો આતંક જોઈને અમે પ્રવાસીઓને કોઈ પણ ખાવાના સામાન સાથે તાજમહેલમાં પ્રવેશ આપવાનું બંધ કરી દીધું છે. ચેકિંગ દરમિયાન પ્રવાસીઓનો ખાવાનો સામાન કચરાના ડબ્બામાં નાખી દેવાય છે કે પછી ત્યાં બનેલા લૉકરમાં મૂકી દેવાય છે. ત્યારબાદ વાંદરાઓના હુમલાઓ ઓછા થયા છે પરંતુ તેમને ડરાવવા માટે ગલોલ આપવામાં આવી છે.”

લંગૂરો રાખવાની યોજના પણ થઈ અસફળ

અધિકારીઓએ કહ્યું કે વન્યજીવ સંરક્ષણ એક્ટ અંતર્ગત વાંદરાઓઓને આવી રીતે મારી ન શકાય. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ પહેલા તાજમહેલ પરિસરમાં વાંદરાઓને ભગાડવા માટે લંગૂર રાખવાની યોજના પણ બનાવાઈ હતી પરંતુ તે સફળ ન થઈ શકી.

READ  ના હોય ! અમદાવાદમાં યોજાનારા અશ્વ-શોમાં ઘોડાનું પણ આધારકાર્ડ બનશે, 'અશ્વ-આધાર'માં ઘોડાની વિગતો લીંક કરાશે

[yop_poll id=794]

Cabinet meeting chaired by CM to be held, Trump visit, LRD row among other issues to be discussed

FB Comments