નોર્થ ઈસ્ટ બાદ નાગરિકતા કાયદાનો વિરોધ પશ્ચિમ બંગાળમાં શરુ, ઈન્ટરનેટ સેવા બંધ

cab bill protest in west bengal

નાગરિકતા કાયદાનો ભારે વિરોધ દેશના અમુક રાજ્યમાં થઈ રહ્યો છે. આ વિરોધ હિંસામાં પરિવર્તિત થઈ રહ્યો છે. અસમ, મેઘાલય, ત્રિપુરા જેવા નોર્થ ઈસ્ટના રાજ્યોમાં ઈન્ટરનેટ ભારે વિરોધ પ્રદર્શનના લીધે બંધ કરી દેવાયું છે તો હવે આ વિરોધ પશ્ચિમ બંગાળમાં પણ શરુ થયો છે. પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ ના કથળે તે માટે ઈન્ટરનેટ સેવા અમુક વિસ્તારોમાં બંધ કરવામાં આવી છે.  પ્રાથમિક જાણકારી મળી રહી છે જ્યાં ભારે વિરોધ થઈ રહ્યો છે તેવા 5 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જી પહેલાંથી આ બિલનો વિરોધ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હી પોલીસે જામિયા નગરમાં હિંસા મામલે 10 લોકોની કરી ધરપકડ, કોઈપણ આરોપી વિદ્યાર્થી નહીં

north-eastern-states-on-edge-after-citizenship-amendment-bill-passed-from-parliament heavy protest in north east state of india

આ પણ વાંચો :   IND vs WI 1st ODI: મેચની શરૂઆતમાં ભારતીય ટીમને 3 મોટા ઝટકા, રોહીત, કોહલી અને રાહુલ આઉટ

શિલોંગના અમુક વિસ્તારોમાં કર્ફયુ લાદવામાં આવ્યો હતો જેમાં સાંજે 7 વાગ્યે છૂટછાટ આપવામાં આવી છે. જેના લીધે બજારો ખૂલી શકે અને લોકો જીવન જરુરિયાતની વસ્તુઓ ખરીદી શકે છે. અર્ધ લશ્કરી દળોને નોર્થ ઈસ્ટના રાજ્યોમાં તૈનાત કરવામાં આવ્યા છે તો ગુવાહાટી ફાયરિંગમાં 2 લોકોના મોત થયાના સમાચાર છે. આ બાબતે ગુવાહાટી મેડિકલ કોલેજે મોતની પુષ્ટિ કરી હતી. દિલ્હીના જામીયા ઈસ્લામિયા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પણ નાગરિકતા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસને ટિયર ગેસ અને લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી. આ ઘટનામાં પોલીસ પર પત્થરમારો પણ થયો હતો.

READ  CAA Protest: દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની વચ્ચે ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ, કોલિંગ અને SMSની સુવિધા બંધ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

નાગરિકતા કાયદાના વિરોધમાં અત્યાર સુધીમાં અસમમાં 3 લોકોની મોતની પુષ્ટિ ગુવાહાટી મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવી છે જ્યારે 27થી વધારે લોકો આ વિરોધ-પ્રદર્શમાં ઘાયલ થયા હોવાનો અહેવાલ છે. ઈસ્ટ કોસ્ટ રેલવે દ્વારા ટ્રેનનો રદ કરવામાં આવી રહી છે. લાંબા ગાળાની ટ્રેનોના રૂટ નાના કરવામાં આવી રહ્યાં છે. જ્યારે રેલવેની સંપત્તિને નુકસાન ના થાય તે માટે રેલવે પોલીસ નોર્થ ઈસ્ટના રાજ્યોમાં મોકલવામાં આવી છે.

READ  નાગરિકતા બિલનો આ રાજ્યમાં ભારે વિરોધ, 12 કલાક સુધી બંધનું એલાન આપવામાં આવ્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Oops, something went wrong.
FB Comments