શું CAB થશે પાસ? રાજ્યસભામાં આજે બપોરે 12 વાગ્યે નાગરિકતા સંશોધન બિલ પર થશે ચર્ચા

citizenship amendment bill 2019 to be tabled in rajya sabha rajya sabha ma aaje bapore 12 vage citizenship amendment bill par thase charcha

નાગરિકતા સંશોધન બિલ આજે રાજ્યસભામાં રજૂ થશે. ભાજપ માટે સૌથી મોટો પડકાર આ બિલને પાસ કરાવવાનો રહેશે. રાજ્યસભામાં NDA પાસે બહુમત નથી. ત્યારે તેમને તે દળો પાસે સમર્થનની અપેક્ષા છે, જેમને લોકસભામાં બિલના પક્ષમાં મત આપ્યો હતો.

after passing in lok sabha citizenship amendment bill 2019 to be passed in rajya sabha citizenship amendment bill lok sabha ma pass have rajya sabha mathi pass karavvani taiyari jano shu che rajya sabha nu ganit

શિવસેનાનું સ્ટેન્ડ સાફ નથી. પાર્ટી લોકસભામાં તો બિલના પક્ષમાં હતી પણ હવે તેને વિરોધની વાત કરી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે CABના સંસદમાં સમર્થન કરવાની વાત કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  CAA મુદે CM નીતિશની પાર્ટીમાં મોટો વિવાદ, વરિષ્ઠ નેતાએ આપી રાજીનામાની ચીમકી

શું છે સમીકરણ

રાજ્યસભામાં કુલ 245 સભ્યો હોય છે. ઘણી ખાલી સીટોની સાથે ગૃહમાં સભ્યો 238 છે. બિલ પાસ થવા માટે 120 મતની જરૂર છે. રાજ્યસભામાં ભાજપના 83 સાંસદ છે. તેમના NDAના કુલ 94 સાંસદ છે. NDAમાં જનતા દળના 6 સાંસદ, શિરોમણિ અકાલી દળના 3 સાંસદ અને લોક જનશક્તિ પાર્ટી અને ભારતીય રિપબ્લિકન પાર્ટીના 1-1 સાંસદ પણ છે.

READ  ICC Awards: 'ક્રિકેટર ઓફ ધ યર' બન્યા રોહિત શર્મા, વિરાટ કોહલીને 'સ્પિરિટ ઓફ ક્રિકેટ'નો એવોર્ડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજ્યસભામાં 12 નામાંકિત સાંસદ છે. ભાજપને અપેક્ષા છે કે તેમાંથી 11 સાંસદનો સાથ મળી જશે. આ પ્રકારે NDAના સભ્યોની ગણતરી 105 સુધી પહોંચી જશે. પાર્ટીને તે સિવાય પણ 15 સાંસદની જરૂર પડશે. ભાજપને અપેક્ષા છે કે તેને AIADMKના 11 સાંસદોનું સમર્થન મળશે. તેનાથી તેમની પાસે 116 સાંસદોનું સમર્થન થઈ જશે. ત્યારબાદ વધુ 4 સાંસદના સમર્થનની જરૂર પડશે.

READ  શું કાલે રાજ્યસભામાં ભાજપ કોઈ મોટું બિલ લાવી રહી છે? સાંસદોને હાજર રહેવા આદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ જુઓ: ગુજરાત અને દેશભરમાં આજે આ મહત્વના સમાચાર પર રહેશે લોકોની નજર 

 

Oops, something went wrong.
FB Comments