નાગરિકતા સંશોધન બિલ પર સંસદમાં થઈ ચર્ચા, બેકગ્રાઉન્ડમાં આ રીતે એક્ટિવ રહ્યા PMO અને અજીત ડોભાલ

citizenship amendment bill every situation monitoring by ajit doval and pmo citizenship amendment bill par sansad ma thai charcha background ma aa rite active rahya PMO ane ajit doval

નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં અને લોકસભા બંને ગૃહમાંથી પાસ થઈ ગયું છે. જ્યારે રાજ્યસભામાં બિલને લઈ ગૃહમાં ચર્ચા થઈ રહી હતી, તે સમયે કેન્દ્ર સરકારમાં બેઠેલા અધિકારી PMOના નેતૃત્વમાં તમામ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા હતા.

citizenship amendment bill 2019 to be tabled in rajya sabha rajya sabha ma aaje bapore 12 vage citizenship amendment bill par thase charcha

PMOની સાથે-સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ પણ પુરી રીતે સક્રિય જોવા મળ્યા અને તેમને ઘણી બેઠકો પણ કરી. અજીત ડોભાલે દિવસમાં 2 વખત બેઠક કરી. PMO પળેપળેની સ્થિતિની માહિતી લઈ રહ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  EU સાંસદોની ટીમ શ્રીનગર પહોંચ્યા, રાજ્યપાલ સાથે કરશે મુલાકાત, જુઓ VIDEO

તમામ સુરક્ષા એજન્સીઓને અલર્ટ પર રાખવામાં આવી હતી. જો કે સરકાર તરફથી સ્પષ્ટ સૂચનાઓ મળી હતી કે આંદોલનની સાથે ખૂબ જ નરમતાથી વર્તવું. બુધવારે નાગરિકતા સંશોધન બિલના કારણે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોના કારણે કોલકાત્તાથી ગોવાહાટી જતી તમામ ફ્લાઈટો પણ પ્રભાવિત થઈ. પ્રદર્શનને જોતા આ તમામ ફ્લાઈટની ઉડાન રદ કરવામાં આવી.

READ  નાગરિકતા કાયદો લાગુ કરવા અંગે કોઈ રાજ્ય ઈનકાર કરી શકે? જાણો કેન્દ્રનો જવાબ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

CABની વિરૂદ્ધ ઉગ્ર વિરોધ પછી અસમના બે જિલ્લા ગુવાહાટી અને કામરૂપમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો. તેની સાથે જ રાજ્યના સોનિતપુર, લખીમપુર અને તિનસુલિયા જિલ્લામાં ભારે વિરોધના કારણે કલમ 144 પણ લાગૂ કરી દેવામાં આવી છે.

READ  CAA વિરોધ : CMએ કહ્યું કે નુકસાનની ભરપાઈ ઉપદ્રવીઓની સંપત્તિ જપ્ત કરીને કરીશું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નાગરિકતા સંશોધન બિલને લઈ રાજ્યમાં થઈ રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનને રોકવા માટે અને સ્થિતિને ઝડપી નિયંત્રણમાં લેવાના ઉદ્દેશ્યથી અસમના 10 જિલ્લામાં સાંજે 7 વાગ્યાથી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. ઈન્ટરનેટ સર્વિસ પર આ પ્રતિબંધ આગામી 24 કલાક સુધી લાગૂ રહેશે.

 

Oops, something went wrong.
FB Comments