લોકસભામાં ગૃહપ્રધાન અમિત શાહે રજૂ કર્યુ નાગરિકતા સંશોધન બિલ, વિપક્ષનો હોબાળો

citizenship amendment bill to be laid on lok sabha today by amit shah loksabha ma HM amit shah e raju karyu citizenship amendment bill vipaksh no hobado
ફાઈલ ફોટો

ગૃહપ્રધાન અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ 2019ને લોકસભામાં રજૂ કર્યુ છે. બિલ રજૂ કર્યા પછી લોકસભામાં હંગામો શરૂ થઈ ગયો છે. ભાજપે તેમના તમામ સાંસદોને 3 દિવસ માટે વ્હિપ જાહેર કર્યુ છે.

 

લોકસભામાં કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી અને ગૃહપ્રધાન અમિતશાહની ઉગ્ર ચર્ચાઓ થઈ. વિપક્ષે ગૃહમાં કહ્યું કે સરકાર મુસ્લિમ સમુદાયને નિશાન બનાવી રહી છે. આ બિલ મુસ્લિમ સમુદાયની વિરૂદ્ધ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જુઓ VIDEO: IPLમાં ફરી દેખાશે યુવરાજ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ બિલમાં પાડોશી દેશોમાંથી શરણ માટે ભારત આવેલા હિન્દૂ, જૈન, બૌદ્ધ, શીખ, પારસી અને ઈસાઈ સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. ત્યારે બીજી તરફ વિપક્ષ આ બિલનો સતત વિરોધ કરી રહ્યું છે. તેમના મુજબ આ બિલ બંધારણની ભાવનાની વિરૂદ્ધ છે. સાથે જ વિપક્ષ સરકાર પર ધર્મના નામે નાગરિકતા આપવાનો પણ આરોપ લગાવી રહ્યું છે.

READ  નિવૃતિ પર અમિત શાહે યુવીને કર્યુ ટ્વિટ, ગૌતમ ગંભીર બાદ યુવરાજ સિંહને રાજનીતિમાં લાવવાની તૈયારી?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments