સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ નિવૃત્ત થતાં પહેલાં સંભળાવશે આ મહત્ત્વના 5 ફેંસલા

ભારતીય સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ 17 નવેમ્બરના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યાં છે. હાલ તો સુપ્રીમ કોર્ટમાં વેકેશન ચાલી રહ્યું છે. આગામી 4 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ રાબેતા મુજબ ફરીથી ચાલુ થશે. મુખ્ય ન્યાયધીશ 17 નવેમ્બરના રોજ નિવૃત્ત થશે એ પહેલાં તેઓ 5 મોટા ફેંસલાઓ સંભળાવશે. ગોગોઈની પાસે 8 દિવસ કામકાજ માટે વધ્યા છે કારણ કે 11 નવેમ્બર અને 12 નવેમ્બરના રોજ રજા રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જાણો મુખ્ય ન્યાયધીશ ક્યાં મોટા 5 ફેંસલાઓની સુનાવણી કરશે. જેમાં દેશનો એક સૌથી ચર્ચિત ફેંસલો પણ છે. આ પાંચ ફેસલાઓ દેશના લોકોની સાથે સંકળાયેલા છે.

READ  કોરોનાની વિનામૂલ્યે સારવાર સરકારી યોજના હેઠળ થશે, આ રીતે જાણો કે તમે લાભ લઈ શકશો કે નહીં?

1. અયોધ્યા વિવાદ


અયોધ્યા મામલે અંતિમ ફેંસલો 17 નવેમ્બરના રોજ આવી શકે છે. મુખ્ય ન્યાયધીશની સાથે 5 જજની બેંચ આ કેસની સુનાવણીમાં છે. આમ નિવૃત્તિ પહેલાં રંજન ગોગોઈ દેશના એક મોટા મુદ્દાનો ફેંસલો સંભળાવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

2. રાફેલ વિવાદ


રાફેલ વિવાદ સુપ્રીમ કોર્ટ તો પહોંચ્યો હતો પણ બાદમાં પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પ્રશાંત ભૂષણ, યશંવત સિન્હા અને અરુણ શૌરી દ્વારા દાખલ કરવામાં આવી છે. 10મેના રોજ મુખ્ય ન્યાયધીશની અધ્યક્ષતાવાળી બેંચ દ્વારા ફેંસલો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. જે હવે આગામી દિવસોમાં આવી શકે છે.

READ  સુરતઃ વરાછામાં ટીઆરબી અને વાહન ચાલકો વચ્ચે બોલાચાલી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

3. ‘ચોકીદાર ચોર હૈ’ વિવાદ

‘ચોકીદાર ચોર હૈ’ વિવાદ ભારે જાગ્યો હતો. રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનું નામ આપીને આ શબ્દ ઉચ્ચાર્યો હતો. જેના લીધે ભાજપના નેતા મીનાક્ષી લેખી દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. માનહાનીના કેસમાં મુખ્ય ન્યાયધીશની અધ્યતાવાળી બેંચ ફેંસલો આપશે.

4. સબરીમાલા વિવાદ


સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બર, 2018ના રોજ સબરીમાલા મંદિરને લઈને એક આદેશ આપ્યો હતો. જેમાં તમામ મહિલાઓને મંદિરમાં જવાની પરવાનગી આપવામાં આવી હતી. આ આદેશની સામે પુનર્વિચાર અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેના પર સુપ્રીમ કોર્ટ ફેંસલો આપી શકે છે.

READ  બજેટ 2019ની જાહેરાત બાદ જાણો હવે ક્યાં ક્યાં કરી શકશો પૈસાની બચત?

5. CJI કાર્યાલય RTIમાં સમાવિષ્ટ કે નહીં?


CJI કાર્યાલય આરટીઆઈના અધિકારમાં આવે છે કે નહીં તે અંગે દિલ્હી હાઈકોર્ટે 2010માં ફેંસલો આપ્યો હતો. જેમાં એવો આદેશ આપવામાં આવ્યો હતો કે સીજેઆઈ કાર્યાલયનો માહિતી અધિકારના કાનૂનમાં સમાવેશ થાય છે. આ આદેશની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. 4 એપ્રિલના રોજ આ બાબતે ફેંસલો મુખ્ય ન્યાયધીશ દ્વારા સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.

આમ દેશના 5 મોટા મુદ્દાઓ પર આગામી સમયમાં ફેંસલો આવી શકે છે. મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ નિવૃત્ત થાય એ પહેલાં જ આ તમામ મુદ્દાઓ પર અંતિમ ફેંસલો દેશની સુપ્રીમ કોર્ટ સંભળાવશે.

 

 

Oops, something went wrong.
FB Comments