જમ્મુ-કાશ્મીરમાં 2 સપ્તાહમાં શરુ થશે ઈન્ટરનેટ-મોબાઈલ સેવા, અમિત શાહે ડેલિગેશન સાથે કરી મુલાકાત

જમ્મુ કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ છે અને તેને લઈને કેન્દ્ર સરકાર દ્નારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 2 અઠવાડિયા જેટલા સમયમાં જમ્મુ કાશ્મીરમાંથી ઈન્ટરનેટ અને ફોન પરનો પ્રતિબંધ હટાવી લેવાશે અને સ્થિતિ સામાન્ય થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  3 મિનિટનો વીડિયો કોલ અને આ કંપનીએ 3,700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકયા

આ પણ વાંચો :  ચેતી જજો! નવા ટ્રાફિક નિયમના ભંગ બદલ એક બાઈક સવારને અધધ.. 23 હજારનો દંડ

અમિત શાહે જમ્મુ કાશ્મીરને લઈને ડેલિગેશનને કહ્યું કે બે અઠવાડિયામાં ઘાટીમાંથી ઈન્ટરનેટ-ફોન સેવાઓ શરુ કરી દેવાશે. પંચ અને સરપંચને 2-2 લાખનો વિમો આપવામાં આવશે. અમિત શાહે 22 ગામના એવા સરપંચો સાથે મુલાકાત કરી જેઓ આતંકવાદીઓની ધમકી હોવાછતાં પણ ચૂંટણી લડ્યા અને જીત્યા. આ અમિત શાહ સાથેની સરપંચની બેઠકમાં ગૃહ મંત્રાલયના કેટલાંક અધિકારીઓ પણ સામેલ થયા હતા.

READ  નવસારીના ગામડાંઓએ પણ વિકાસના રોડ મેપમાં સંમતિ આપી, ટૂંક સમયમાં થશે કાયાપલટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. લદાખને પણ અલગ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. આમ ગૃહ મંત્રાલય જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ અને લોકોને રાહત મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે સરપંચો સાથે મળીને નિર્ણયો લઈ રહ્યું છે.

READ  લોકસભા ચૂંટણીમાં આ પાંચ રાજ્યોનું પરિણામ નક્કી કરશે 2019માં વડાપ્રધાન માટેનું પદ, શું છે બેઠકોનું સમીકરણ ?

 

 

Oops, something went wrong.
FB Comments