પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ-શૉ દરમિયાન હોબાળો, વાહનો પર ફેંકાયા ડંડાઓ, પોલીસનો લાઠીચાર્જ

અમિત શાહે કોલકત્તામાં રોડ શૉ દરમિયાન હંગામો થઈ ગયો હતો. પશ્ચિમ બંગાળના કોલકત્તામાં અમિત શાહના રોડ-શૉ દરમિયાન વાહન પર ડંડાઓ ફેંકવામાં આવ્યા હતા.

ભાજપ અને ટીએમસી વચ્ચે સતત ઘર્ષણ થઈ રહ્યું છે. રસ્તાઓ પર જ નહીં પણ મોટા મંચ પરથી નેતાઓ એકબીજા પર પ્રહારો કરી રહ્યાં છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના હેલિકોપ્ટર ઉતરવાની પરમિશન રદ કરી દેવાઈ હતી. આ બાદ મામલો વણસ્યો હતો અને અમિત શાહે કહી દીધું હતું કે હું કોલકત્તા આવી રહ્યો છું. ત્યાં જય શ્રીરામ બોલીશ. જો દીદીમાં હિમ્મત હોય તો આવીને મારી ધરપકડ કરી લે.

READ  VIDEO: ભાજપના યુવા મોરચામાંથી સસ્પેન્ડ થયા બાદ વિક્કીને થયું બ્રહ્મજ્ઞાન, PI સહિતના અધિકારીઓને આપી હતી ગાળો

આ પણ વાંચો: ગુજરાતમાં દલિતો પર અત્યાચાર રોકવા હવે RSS મેદાનમાં, જાણો RSS શું કરશે અને શા માટે કરશે?

અમિત શાહનો રોડ-શૉ સોમવારના રોજ કોલકત્તામાં યોજાયો હતો અને તેમાં ભાજપ અને ટીએમસી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. શાહ જે વાહનમાં પોતાના પ્રચાર કરી રહ્યાં હતા તે વાહન પર ડંડા ફેંકવામાં આવ્યા હતા. આથી પોલીસે પરિસ્થિતિને કાબૂ કરવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ રોડ-શૉ પણ ખત્મ કરી દેવાયો હતો.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વાયરલ તસવીરમાં સોનિયા ગાંધીના ચરણ સ્પર્શ કરી રહ્યાં છે તે તસવીર વિશેની જાણો સાચી હકીકત

આ પહેલાં પણ અમિત શાહના રોડ-શૉને લઈને ખબરો આવી હતી કે પોસ્ટર હટાવી લેવામાં આવ્યા હતા. આમ પહેલાંથી શક્યતા તો હતી જ કે આ શૉને લઈને કોઈ હોબાળો થઈ શકે. અમિત શાહે પણ ચેલેન્જ આપી હતી કે કોલકત્તા આવી રહ્યો છું અને જય શ્રીરામ બોલીશ. દીદીમાં હિમ્મત હોય તો ધરપકડ કરી લે.  આ વિવાદ હવે ઘેરો બનતો જાય છે. હાલ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

READ  જે ભારતીય પાયલૉટ અભિનંદન વર્તમાનને પાકિસ્તાને પોતાના કબજામાં રાખ્યો છે, જાણો છો તેમનો પરિવાર શું બોલ્યો ?

 

Oops, something went wrong.
FB Comments