કાશ્મીરમાં 90ના દાયકાથી બંધ આ સેવાને શરૂ કરવા જઈ રહી છે મોદી સરકાર!

closed-in-90s-now-govt-mulling-to-restore-cinemas-in-kashmir

જમ્મુ અને કાશ્મીરમાં ભારે આર્મીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેને હટાવવામાં આવી રહ્યો છે. આ સિવાય અન્ય સેવાઓ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બહાલ કરવામાં આવી રહી છે. મનોરંજન મોટેભાગે બધાને પસંદ હોય છે અને કાશ્મીરની ઘાટીમાં મનોરંજન સેવાનો લાભ ફરીથી ઉઠાવી શકે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. સરકાર આ બાબતે મક્કમ છે અને ફિલ્મની દુનિયા ઘાટીમાં પરત આવે તે માટે કામ કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

closed-in-90s-now-govt-mulling-to-restore-cinemas-in-kashmir

આ પણ વાંચો :   અમદાવાદના એક પરિવારને ઘરમાંથી 101 વર્ષ જૂનો સાઉથ આફ્રિકાની પરમિટનો પાસપોર્ટ હાથ લાગ્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ના નરેન્દ્વ મોદી, ના રાહુલ ગાંધી કોઈને પણ મત નહિ આપી શકે બોલિવુડના આ 'સેલિબ્રિટીઝ'

 

 

ક્યો નિર્ણય લેવા જઈ રહી છે સરકાર?
કેન્દ્રની ભાજપ સરકારના હાથમાં કાશ્મીરની કમાન આવી ગયી છે કારણ કે તે હવે કેન્દ્રશાસિત પ્રદેશ છે. કાશ્મીર ઘાટી ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં સિનેમાઘરો નથી. જે સિનેમાઘરો હતા તે આતંકી હુમલાનો શિકાર બન્યા અને તેને લઈને બંધ કરી દેવાયા છે. જો કે સરકાર આ સિનેમાઘરોને ફરીથી ખોલવા માટે વિચારી રહી છે.

READ  દેશમાં ભાઈચારાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ, કાશ્મીર ઘાટીમાં પુલવામાના એક ગામમાં મુસ્લિમ બનાવી રહ્યા છે હિન્દુઓ માટે મંદિર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તમામ ડેપ્યૂટી કમિશનરોને આદેશ આપવામાં આવ્યો છે કે ગ્રાઉન્ડ લેવલે જઈને તપાસ કરો કે કાશ્મીરમાં ફરીથી સિનેમાઘરો ખોલી શકાય કે નહીં? JIO સિનેમાની મદદ લેવામાં આવી રહી છે તેવી જાણકારી પણ સૂત્રો દ્વારા મળી રહી છે. આમ જે થિયેટરો બંધ છે તે ઘાટીમાં ફરીથી ખૂલી શકે છે અને લોકો મનોરંજન મેળવી શકે છે. પ્રાપ્ત જાણકારી અનુસાર કાશ્મીર ઘાટીમા કુલ 11 સિનેમાઘરો બંધ હાલતમાં છે અને તેને ફરીથી કાર્યરત કરવા માટે સરકાર વિચારી રહી છે.

READ  ભારત ફરી ધ્રુજ્યું ભૂકંપથી! જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં ભૂકંપ

જો કે એવુ નથી કે પાછળની સરકારે આ બાબતે કોઈ ધ્યાન નહોતું આપ્યું પણ આતંકવાદી પ્રવૃતિના લીધે સરકારને કોઈ મોટી સફળતા મળી શકી નહોતી. ફિલ્મનિર્માતાઓ પણ કાશ્મીરમાં આ પગલાથી નવી ફિલ્મો બનાવી શકે છે અને સ્થાનિક ફિલ્મોનું ચલણ વધી શકે છે. જેના લીધે કાશ્મીરમાં રોજગારીની તક પણ ઉપલબ્ધ થઈ શકે તેમ છે. જોવાનું એ રહેશે કે મોદી સરકાર આ કામમાં સફળતા મેળવી શકે છે કે નહીં?

 

Oops, something went wrong.
FB Comments