VIDEO: રાજ્યમાં ફરીથી પડશે વરસાદ! વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં આવ્યો પલટો

Cloudy weather may invite light rain showers in parts of Gujarat today

ગુજરાતમાં ગરમીની શરૂઆત થઈ ગઇ છે. બીજી બાજુ વરસાદ હજુ પણ રાજ્યમાંથી જવાનું નામ લઈ રહ્યો નથી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદ એરપોર્ટ પર ચોંકાવનારી ઘટના, બે કબૂતરોએ વિમાનમાં મચાવ્યું તોફાન

ગુજરાતના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે આજે દિવસભર અમદાવાદ સહિત રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગની માહિતિ અનુસાર સુરત, વડોદરામાં સામાન્ય વરસાદની શક્યતા દેખાડવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદી માહોલ, 6 જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ

અફઘાનિસ્તાન પર સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નીચે રાજ્યના વાતાવરણમાં શુક્રવારે બપોર પછી પલટો આવતાં ગરમીમાં ઘટાડો થયો હતો. અમદાવાદ સહીત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાતાં માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ, શનિવારે અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. માવઠાની આશંકાને લઈ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર ગુજરાત સહીત અનેક વિસ્તારોમાં ચાલુ વર્ષે ઘઉંનું પણ વિપુલ વાવેતર કરવામાં આવ્યું છે ત્યાં પણ માવઠું થાય તો વ્યાપક નુકસાન પહોંચશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો ખેડૂતો માવઠાની સ્થિતિને લઈ ચિંતિત જોવા મળી રહ્યા છે અને આકાશ સ્વચ્છ થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

READ  રાફેલ પર રાહુલની ફરી ગર્જના, આ વખતે PM નરેન્દ્ર મોદી માટે વાપરી નાખી આવી આકરી ભાષા, વાંચો આ ખબર

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments