મુખ્યમંત્રીએ મીડિયાને આપી ચેતવણી, જાહેરાત જોઈએ છે તો અમારા સમાચાર બતાવો

cm ashok gehlot warning to the media if you show our news you will advertise CM ashok gehlot e media ne aapi chetavani jaherat joie che to amara news batavo

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારનું એક વર્ષ પુરૂ થવા પર મુખ્યપ્રધાન અશોક ગહેલોતે પત્રકાર પરિષદ યોજી હતી. તે દરમિયાન મુખ્યપ્રધાન અશોક ગહેલોતે તેમની સરકારની સિદ્ધીઓ જણાવવાની જગ્યાએ લગભગ 2 કલાકમાંથી 1 કલાક સુધી વડાપ્રધાન મોદી અને મીડિયા પર બોલતા નજરે આવ્યા.

Image result for ashok gehlot

મુખ્યપ્રધાન અશોક ગહેલોતે કહ્યું કે અમે એ ચેનલોને પૈસા આપીશું, જે અમારા સમાચાર બતાવશે. એવું ના થવું જોઈએ કે અમારા મંત્રી તમારા સમાચાર માટે ફોન કરતાં રહે કે અમારા સમાચાર બતાવી દો અને અમે તમને પૈસા પણ ચૂકવીએ. વિચારાધારાથી પ્રેરિત થઈ તમે ઘણા લોકોના સમાચાર બતાવો છો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાત માટે મંગળવાર બન્યો અમંગળઃ નર્મદા, આણંદ, દાહોદ અને કચ્છમાં અકસ્માતની ઘટના

CM અશોક ગહેલોતે મીડિયાને ચેતવણી આપતાં કહ્યું કે એજન્ડા હેઠળ સમાચાર બતાવનારી ચેનલોમાં એડ (જાહેરાત) માટે પૈસા નહીં આપીએ. મુખ્યપ્રધાન અશોક ગહેલોતે કહ્યું કે તમે સમાચાર બતાવો, મારી આલોચના કરો પણ સમાચારને તોડી મરોડીને અને એજન્ડા હેઠળ સમાચાર બતાવશો તો સરકાર પૈસા નહીં આપે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  દુશ્મન દેશોના દાંત ખાટા કરશે સુરતમાં બનેલી આ ટેંક, PM મોદી કરશે આજે દેશને અર્પણ, 15 સેકન્ડમાં 3 સેલ છોડતી ટેંકનો જુઓ VIDEO

 

 

કેન્દ્ર સરકાર પર લગાવ્યો આરોપ

CM અશોક ગહેલોતે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકારે મીડિયા પર દબાણ બનાવી રાખ્યુ્ં છે, પત્રકાર સમાચાર બનાવવા ઈચ્છે છે પણ ઉપર બેઠેલા લોકો સમાચાર બનાવવા દેતા નથી. ગહેલોતે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી દીધો કે કેન્દ્ર સરકારે છેલ્લા 1 વર્ષની મારા તમામ ભાષાઓના અને મીડિયામાં આપેલા ઈન્ટરવ્યૂની ટેપ દિલ્હી મગાવી છે, જ્યાં તેને સાંભળવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

CM અશોક ગહેલોતે કહ્યું કે અમારી સરકાર નિરોગી રાજસ્થાન થીમ પર કામ કરશે. CMએ અશોક ગહેલોતે તેમના તમામ મંત્રીઓને 10માંથી 10 નંબર આપી દીધા.
ત્યારે CMએ જામિયા યૂનિવર્સિટીમાં થયેલા લાઠીચાર્જની નિંદા કરતાં કહ્યું કે આ લોકો આર્થિક સ્થિતીથી લોકોનું ધ્યાન હટાવવા માટે દેશને અરાજકતા તરફ ધકેલી રહ્યા છે. ત્યારે ઈલેક્ટ્રોલ બોન્ડ પર બોલતાં CMએ કહ્યું કે એક ખુબ જ મોટું કૌભાંડ છે. નાગરિકતા બિલને ખોટું લાવ્યા છે, ધર્મના નામ પર બિલ લાવવુ ખોટું છે.

READ  રાજકોટ ડેરી દ્વારા પશુ પાલકોને પ્રતિકિલો ફેટ પર મળતા ભાવમાં કરવામાં આવ્યો વધારો

 

Oops, something went wrong.
FB Comments