મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેને EDનું સમન્સ, આ તારીખે કરાશે પૂછપરછ

MNS ચીફ રાજ ઠાકરે અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન મનોહર જોષીના દિકરા ઉન્મેષ જોષીને EDએ નોટિસ મોકલી છે. ઠાકરે અને જોષીએ મુંબઈના દાદર ખાતે કોહિનૂર સ્કેવયર ટાવરની જમીન ખરીદી છે. આ સોદામાં IL&FSની ભાગીદારી હોવાની તપાસ ED કરી રહ્યું છે. આ મામલે રાજ અને ઉન્મેષને સમન્સ જાહેર કર્યું છે. અને 22 ઓગસ્ટે EDએ બોલાવો કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની મનમરજી વિરૂદ્ધ પાક.સેના અધ્યક્ષના કાર્યકાલમાં વધારો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  તો શું મહારાષ્ટ્રમાં મનસે ભાજપનું ગઠબંધન થશે? જાણો દેવેન્દ્ર ફડણવીસનો જવાબ

સરકારી ક્ષેત્રની કંપની IL&FSની તરફથી મુંબઈની કોહિનુર CTNL કંપનીને 860 કરોડ રૂપિયાના લોન અને ઈનવેસ્ટમેન્ટની તપાસ કરી રહી છે. સાથે આ કંપનીના શેર અને રોકાણની પણ તપાસ ચાલી રહી છે. મહત્વનું છેકે, કોહિનુર મિલ્સ નંબર 3ને ખરીદવા માટે શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોષીના દિકરા ઉન્મેષ જોષી, રાજ ઠાકરે અને તેના નજીકના રાજન શિરોડકરે સાથે મળી 2003માં સોદો કર્યો હતો. આ સમયે IL&FSસે પણ 225 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ સાથે કોહિનુર મિલની જમીન 421 કરોડમાં ખરીદી થઈ હતી.

READ  23 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર નમનિર્માણ સેનાનું મહાઅધિવેશન પહેલા રાજ ઠાકરેના નિવાસસ્થાને હલચલ તેજ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

2008માં IL&FSને મોટું નુકસાન થતા પોતાના શેરને માત્ર 90 કરોડ રૂપિયામાં સરેન્ડર કરી દીધા હતા. આ સમયે રાજ ઠાકરેએ પણ પોતાના શેર વેચીને બહાર નિકળી ગયા હતા. આ બાદ IL&FSએ કોહિનુર સીટીએનએલને એડવાન્સ લોન આપી હતી. જેને કથિત રીતે કોહિનુર સીટીએનએલ ચૂકવણી કરી શક્યું નથી.

READ  VIDEO: મુંબઇમાં પડી રહેલા ભારે વરસાદને કારણે આ ટ્રેન અને વિમાન સેવા રદ કરવામાં આવી

[yop_poll id=”1″]

વર્ષ 2011માં કોહિનુર સીટીએનએલ કંપનીએ પોતાની કેટલીક સંપત્તિ વેચીને 500 કરોડ રૂપિયાની લોન ચૂકાવવાના સોદા પર સાઈન કરી છે. આ શરતો બાદ પણ IL&FS ગ્રૂપે કોહિનુર સીટીએનએલને વધુ 135 કરોડ રૂપિયાની લોન આપી હતી.

FB Comments