લોકડાઉન 15 એપ્રિલના દિવસે ખતમ? PM મોદી સાથે ચર્ચા બાદ CMનો દાવો!

cm-pema-khandu-tweet-on-lockdown-ending

કોરોના વાઈરસ દેશમાં સ્થાનિક રીતે ના ફેલાય તે માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં 15 એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉન 21 દિવસનું છે અને તેમાં લોકો ફક્ત જીવન જરુરિયાતની વસ્તુઓ લેવા માટે જ ઘરની બહાર નીકળી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડાપ્રધાન મોદીએ વિવિધ રાજ્યોના સીએમ સાથે વીડિયો કોન્ફેંસિંગના માધ્યમથી ચર્ચા કરી હતી. આ ચર્ચા બાદ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ પેમા ખાંડુએ એક દાવો કર્યો જેની ભારે ચર્ચા થઈ રહી છે. પેમા ખાંડુએ ટ્વીટ કરીને લખ્યું કે લોકડાઉન 15 એપ્રિલના રોજ ખત્મ થઈ શકે છે. જો કે ટ્વીટ કર્યા બાદ તેઓએ તરત જ તેને હટાવી લીધું હતું અને બાદમાં સ્પષ્ટતા કરી હતી.

READ  VIDEO: હાઈકોર્ટના ચુકાદા બાદ મૉલ-મલ્ટીપ્લેક્સના સંચાલકો મનફાવે તેમ પાર્કિંગ ચાર્જ વસૂલી શકશે નહીં

આ પણ વાંચો :  વડોદરામાં કોરોના વાયરસથી પ્રથમ મોત, પરિવારના 4 સભ્યોને પણ કોરોના હોવાની પુષ્ટી

ટ્વીટમાં શું દાવો કરવામાં આવ્યો? 

cm-pema-khandu-tweet-on-lockdown-ending Viral in Social Media

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેઓએ ટ્વીટમાં લખ્યું હતું કે લોકડાઉન 15 એપ્રિલના રોજ પુરું થઈ જશે. જો કે તેનો અર્થ એવો નથી કે લોકો રસ્તાઓ પર ફરવા આઝાદ થઈ જશે. કોરોના વાઈરસના અસરને ઓછી કરવા માટે દરેક લોકોએ જવાબદારી લેવી જોઈશે. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેંસિગ જ તેની સામે લડવાનો ઉપાય છે. આ ટ્વીટ ભારે વાઈરલ થઈ રહ્યું છે જો કે તેને ઓફિશીયલ ટ્વીટર હેન્ડલ પરથી એવો દાવો કરીને હટાવી લેવામાં આવ્યું છે કે ટ્વીટ કરનારા અધિકારીને ઓછું હિંદી આવડતું હતું. જેના લીધે ટ્વીટ હટાવવામાં આવ્યું.

READ  VIDEO: વડોદરામાં આજથી ડોર ટુ ડોર સર્વેલન્સનો બીજો રાઉન્ડ શરૂ, સર્વની કામગીરીમાં 400 શિક્ષકોને જોડાયા

 

Oops, something went wrong.
FB Comments