વીર સાવરકર કેટલા ‘વીર’ પુસ્તક પર રાજકારણ ગરમાયું, વિજય રૂપાણીએ રાહુલ ગાંધી પર કરી ટિપ્પણી

CM Rupani calls Rahul Gandhi's Savarkar remark as 'Dirty Poitics'

વીર સાવરકરને લઈને ફરી એકવાર દેશનું રાજકારણ ગરમાયું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, રાહુલ ગાંધી માત્ર વોટબેંક માટે આવી પોલિટીક્સ કરી રહ્યા છે. આ વખતે વિવાદનો મૂળ ઉઠ્યો છે મધ્યપ્રદેશના ભોપાલથી. જ્યાં યોજાયેલા કોંગ્રેસના સેવાદળના કાર્યક્રમમાં વીર સાવરકર કેટલા વીર?’ નામથી એક પુસ્તક વહેંચવામાં આવ્યું. જેમા વીર સાવરકર અને નથુરામ ગોડસે વચ્ચેના સંબંધ હોવાનું લખાણ લખવામાં આવ્યું છે. વીર સાવરકર પર થયેલી આવી અભદ્ર ટિપ્પણીને લઈને ભાજપ આક્રમક બન્યું છે. ભાજપે આ સમગ્ર મુદ્દે શિવસેનાને નિશાને લીધી છે. તો વીર સાવરકરના પ્રપૌત્રએ પણ શિવસેના પાસે કાર્યવાહીની માગ કરી છે.

READ  ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું મોટું નિવેદન

આ પણ વાંચોઃ નિત્યાનંદનો ‘વેક્સિંગ’ પાવર! મંજૂલા શ્રોફે કર્યો બાબાની ત્રીજી આંખની શક્તિઓથી વેક્સિંગ કરવાનો દાવો, જુઓ VIDEO

વીર સાવરકર પર મચેલા રાજકીય ઘમસાણ વચ્ચે શિવસેના સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે સરકાર બનાવનાર શિવસેના પણ હવે આકરાપાણીએ છે. સંજય રાઉતે તો આ પુસ્તકને કેટલાક લોકોના મગજની ગંદકી કહીને વીર સાવરકરને મહાન ગણાવ્યા છે.

READ  અમિત શાહ મંત્રી બનાવવા માટે કરતા રહ્યાં ફોન, આ સાંસદે કરી દીધો ફોન 'Silent'

Image result for savarkar


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments