વડોદરામાં 18 ઈંચ વરસાદ: સરકારે તંત્રના માર્ગદર્શન માટે 2 IAS અધિકારીને મોકલ્યા

વડોદરામાં પડેલા 18 ઈંચ વરસાદ બાદ જાણે શહેર બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. જેથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ વરસાદ બાદની સ્થિતિને લઇને ઉચ્ચસ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી. બે IAS અધિકારીઓ વિનોદ રાવ અને લોચન શહેરાને તાત્કાલિક વડોદરા પહોંચી સ્થાનિક તંત્રનું માર્ગદર્શન કરવા સુચના આપી. તો મેયર જીગીશા શેઠ શહેરની સ્થિતિનો તાગ મેળવવા માટે વિવિધ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા.

READ  એક વખત અધિકારીએ મેડલ નહોતું પહેરાવ્યું, અપમાનનો બદલો લેવા માટે 16 ગોલ્ડ મેડલ જીત્યા!

આ પણ વાંચો: વડોદરામાં મેઘતાંડવ: 14 કલાકમાં 18 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO

અને વરસાદ અટક્યા બાદ 2થી 4 કલાકમાં જ તમામ કામગીરી કરી પાણીનો નિકાલ કરવાની બાંહેધરી આપી હતી. પરંતુ અહીં સવાલ એ છે કે આખરે કેમ ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળા મારવામાં આવે છે. પ્રિ મોન્સુન કામગીરી શું માત્ર કાગળ પર રહેશે. શું વરસાદ બાદ ગુજરાતના દરેક જિલ્લાની આ જ સ્થિતિ રહેશે. આખરે કોર્પોરેશન કરે છે શું તે સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે.

READ  JIO ગીગા ફાઈબરનું કનેક્શન લેવા જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને પ્લાન

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments