ગાંધીનગરમાં મોટર વ્હીકલ એક્ટ મુદ્દે આજે CMના અધ્યક્ષ સ્થાને મળશે બેઠક, જુઓ VIDEO

ગાંધીનગરમાં મોટર વ્હીકલ એક્ટની નવી જોગવાઈને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે બેઠક મળશે. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. આ પહેલા નવી જોગવાઈને લઈને મળેલી બેઠક અનિર્ણિત રહી હતી. બેઠકમાં જૂના અને નવા એક્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ પ્રેઝેન્ટેશન દ્વારા એક્ટ વિશે મુખ્યપ્રધાનને જાણકારી આપી હતી. મહત્વનું છે કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટની નવી જોગવાઈ દેશભરમાં લાગૂ કરવામાં આવી છે. નવા નિયમોમાં 1 હજારથી 25 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે આ જોગવાઈનો ગુજરાતમાં અમલ કરાવવાનો સરકાર માટે મોટો પડકાર છે.

READ  Junagadh : 2 died during treatment of swine flu in Rajkot

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: હેલ્મેટ વિના જ હોમગાર્ડના જવાનો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  No end to stray bull menace in Bharuch - Tv9 Gujarati

 

FB Comments