રાજ્યના મોટા શહેરમાં ઘટશે રિક્ષાઓની સંખ્યા! વાહન વ્યવહાર વિભાગ સાથે મુખ્યપ્રધાનની બેઠક

CM Rupani to hold meeting with transport dept may restrict number of rickshaws in metro cities

શહેરોમાં ચો તરફ દેખાતી રિક્ષાઓ હવેથી ઓછી થતી જોવા મળે તો નવાઈ ન પામતા, કારણ કે રિક્ષાઓની સંખ્યા સરકાર મર્યાદિત કરવા જઈ રહી છે. આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી વાહન વ્યવહાર વિભાગ સાથે બેઠક યોજશે. જેમાં રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારમાં રિક્ષાની સંખ્યા કેટલી હોવી જોઈએ તે બાબતે ચર્ચા કરવામાં આવશે. સરકાર મોટા શહેરોમાં રિક્ષાની સંખ્યાને મર્યાદિત કરશે અને આગામી સમયમાં ફક્ત 80 હજારથી 1 લાખ જેટલી જ રિક્ષાની સંખ્યા નક્કી કરવામાં આવશે. આ નિયમ રાજયની 8 મહાનગરપાલિકામાં લાગુ કરાશે.ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદાને આધારે આ નિર્ણય કરવામાં આવશે.

READ  VIDEO: રાજકોટમાં બિસ્માર રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા લોકો, લોકોને થઈ ગયા કમરદર્દ !

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરત: ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા યુવકની હત્યા! પ્રેમસંબંધની શંકામાં કરવામાં આવી હત્યા

FB Comments