કથિત રીતે 108 સેવાની બેદરકારીના કારણે મુખ્યપ્રધાનના માસીના દીકરાનું મૃત્યુ અંગે કલેક્ટરનો ખુલાસો

લોકોના જીવ બચાવવા માટે શરૂ કરવામાં આવેલી 108 ઈમરજન્સી સેવાની બેદરકારીના કારણે મુખ્યપ્રધાનના માસીના દીકરાનું મૃત્યુ થયું છે. ગત 4 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 10 ખાતે રહેતા મુખ્યમંત્રીના માસિયાઈ ભાઈ અનિલભાઇ સંઘવીને શ્વાસની તકલીફ થતા તેમના પુત્ર ગૌરાંગભાઇ અને પરિવારજનોએ પોતાના મોબાઇલમાંથી 108ને ફોન લગાડ્યો હતો. પરંતુ શરૂઆતમાં 15-20 મિનિટ મોબાઇલ પર 108ને ફોન કરતા સતત વ્યસ્ત આવ્યો હતો અને બાદમાં લેન્ડલાઇનમાંથી ફોન લાગ્યો હતો.

READ  સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત, આ વિસ્તારોના જળાશયો છલકાયા

આ પણ વાંચોઃ મુંબઈની હાર્બર લાઈનના વાશી રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેનમાં અચાનક આગ લાગવાની ઘટના

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પરંતુ ઓપરેટરેની ગેરસમજના કારણે 108 એમ્બ્યુલન્સ ઈશ્વરિયા રોડને બદલે છેક ઇશ્વરિયા ગામ સુધી પહોંચી ગઇ હતી. જ્યારે એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચી ત્યારે તેમનું મોત થયું હતું. મુખ્યપ્રધાન મંગળવારે રાજકોટ તેમના પરિવારજનોને આશ્વાસન આપવા માટે આવ્યા ત્યારે સમગ્ર હકીકત ધ્યાન પર આવતા તુરંત કલેક્ટરને આવું કેમ થયું તે અંગે તપાસ કરવા અને ભવિષ્યમાં અન્ય કોઇ વ્યક્તિ સાથે આવું ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપી હતી.

READ  યસ બેન્કની કટોકટીની અસર ગુજરાતની સહકારી બેન્કો પર, 300 કરોડ રૂપિયાના વ્યવહારો ઠપ્પ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments