ગુજરાતના ગૌરવ હાર્દિક પંડ્યાના કૅરિયર પર લાગવાનું છે કલંક ! મહિલાઓ પર કૉમેંટને લઈને કૅરિયર ખતરામાં, લાગી શકે છે બૅન

ચર્ચિત ચૅટ શો કૉફી વિથ કરણમાં મહિલાઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ વિવાદોમાં ઘેરાયેલા હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ માટે માઠા સમાચાર છે.

કૉફી વિથ કરણ શોમાં હાર્દિક પંડ્યા, કરણ જૌહર અને કેએલ રાહુલ

બીસીસીઆઈમાં કમિટી ઑફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ) ચીફ વિનોદ રાયે હાર્દિક અને રાહુલ બંને ખેલાડીઓ પર 2 વન-ડે મૅચોનો પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે.

બીસીસીઆઈ કમિટી ઑફ એડમિનિસ્ટ્રેટર્સના પ્રમુખ વિનોદ રાય અને સભ્ય ડાયના ઇડુલ્જી

આ તો બીસીસીઆઈની થઈ વાત, તો બીજી બાજુ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને ફેલો સીઓએ મેમ્બર ડાયના ઇડુલ્જીએ હાર્દિક સામે આજીવન બૅન લગાવવાની માંગણી કરી છે. ડાયનાએ તો આ અંગે બીસીસીઆઈની લીગલ ટીમનો સંપર્ક પણ સાધી લીધો છે.

વિનોદ રાયે જણાવ્યું, ‘હું હાર્દિકની સ્પષ્ટતાથી સંતુષ્ટ નથી અને હાર્દિક તથા રાહુલ પર બે મૅચના બૅનની ભલામણ કરી રહ્યો છું, પરંતુ ફાઇનલ નિર્ણય ડાયના ઇડુલ્જીની ભલામણ બાદ કરવામાં આવશે.’

આ પણ વાંચો : કુંભ દરમિયાન સંગમનું પાણી બની જશે અમૃત, તપાસ કરવા પહોંચી રહ્યા છે દિગ્ગજ વૈજ્ઞાનિકો

આ અગાઉ બીસીસીઆઈએ બંને ખેલાડીઓને બુધવારે કારણ બતાવો નોટિસ મોકલી હતી. બંનેએ ચોવીસ કલાકની અંદર જ જવાબ આપવાનો હતો.

હાર્દિક અને રાહુલે બીસીસીઆઈની નોટિસનો જવાબ તો આપી દિધો, પરંતુ વિનોદ રાય બંનેના જવાબથી સંતુષ્ટ નથી.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

નોંધનીય છે કે હાર્દિક પંડ્યાએ કૉફી વિથ કરણ શોમાં અનેક મહિલાઓ સાથે પોતાના સંબંધોનો ખુલાસો કર્યો હતો અને એમ પણ કહ્યુ હતું કે તે પોતાના માતા-પિતા સાથે આ અંગે ખુલીને વાત કરે છે. જ્યારે તેને પૂછાયું કે તે ક્લબમાં મહિલાઓના નામ કેમ નથી પૂછતો, તો તેમે કહ્યુ હતું, ‘હું તેમને જોવા માંગુ છું કે તેમની ચાલ-છાલ કેવી છે. હું થોડોક આવો જ છું. તેથી મારે એ જોવાનું હોય છે કે તેઓ કેવો વ્યવહાર કરશે.’ હાર્દિકના આ નિવેદન સમયે શોમાં કેએલ રાહુલ પણ હાજર હતો.

આ પણ વાંચો : કોઈ હીરોના આવા ફૅન્સ જોયા નહીં હોય, કોઈ ઢોલ વગાડે છે, કોઈ રસ્તા પર નાચે છે, ક્યાંક રેલીઓ નિકળી રહી છે, તો ક્યાંક આતશબાજીઓ થઈ રહી છે : આપ પણ જુઓ VIDEOS

હાર્દિકે પોતાના સ્પષ્ટીકરણમાં કહ્યું હતું, ‘મેં એક ચૅટ શોમાં હાજરી આપી. શોમાં મેં આ વિચાર્યા વગર જ નિવેદન આપી દિધું કે આનાથી દર્શકોની લાગણી દુભાશે. હું તેના માટે વિનમ્રતાપૂર્વક માફી માંગુ છું.’

હાર્દિકે કહ્યું, ‘હું ખાત્રી આપવા માંગુ છું કે આમાં મારો ઇરાદો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રીતે આહત કરવા કે સમાજના કોઈ પણ વર્ગને કોઈ પણ રીતે ખરાબ રીતે રજૂ કરવાનો નહોતો. મેં આ નિવેદન શો દરમિયાન વાતચીત કરતા આપ્યાં અને મને નહોતી ખબર કે આ નિવેદનો વાંધાજનક ગણાશે.’

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Hike of 5 paisa per unit in electricity tax: Dy. CM Nitin Patel in Vidhansabha| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk7

Read Previous

કુંભ દરમિયાન સંગમનું પાણી બની જશે અમૃત, તપાસ કરવા પહોંચી રહ્યા છે દિગ્ગજ વૈજ્ઞાનિકો

Read Next

જેટલી વારમાં આપ રસોઈ કરીને જમશો, એટલી વારમાં તો હવે અમદાવાદથી પોરબંદર પહોંચી શકાશે !

WhatsApp પર સમાચાર