પોલીસ અને જનતા વચ્ચે સેતૂ બંધાય તે માટે લોકોને કોફી પીવડાવશે અમદાવાદના આ IPS અધિકારી

અમદાવાદના જોઈન્ટ કમિશ્નર ઓફ પોલીસ આઈપીએસ વિપુલ અગ્રવાલ અમદાવાદના શહેરીજનોને કોફી પીવાનું આમંત્રણ આપી રહ્યાં છે. આ ઈવેન્ટને વિપુલ અગ્રવાલ દ્વારા કોફી વિથ વિપુલ નામ આપવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  VIDEO: મહારાષ્ટ્રના પાલઘરમાં દરિયો “કાર” ગળી ગયો, તંત્રની સૂચના હોવા છતાં કિનારા પર કાર સાથે યુવકો પહોંચ્યા હતા

તમને સીધો સવાલ થાય કે લોકોને શા માટે પોલીસના આ આઈપીએસ અધિકારી મફતમાં કોફી પીવડાવશે? તેનો જવાબ છે શહેરના પ્રશ્નો બાબતે લોકો સાથે ચર્ચા કરવી અને પોલીસ પ્રત્યે લોકોમાં રોષ છે તો ક્યાં કારણે તેને જાણવાનો પ્રયત્ન કરશે. વધુમાં એવું નથી આ કાર્યક્રમ એક વખત યોજવામાં આવશે નવા નવા લોકો સાથે વધારે વિસ્તારથી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આ કાર્યક્રમ દર 15 દિવસે યોજવામાં આવશે.

READ  અડધી રાત્રે અમદાવાદમાં આવું દ્રશ્ય પહેલા ક્યારેય નહીં જોયું હોય, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે જે ગેપ વધી રહ્યો અને તેને ઘટાડવા માટે આઈપીએસ વિપુલ અગ્રવાલ લોકોને તેમના મહેમાન બનવા માટે આમંત્રણ આપી રહ્યાં છે. આ બાબતે તેમણે ટ્વિટ પણ કર્યું છે અને શહેરીજનોને ખુલ્લું આમંત્રણ પાઠવ્યું છે. આ કાર્યક્રમ દર 15 દિવસે યોજવામાં આવશે અને લોકો અને પોલીસ વચ્ચેનો સેતૂ વધારે મજબૂત કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આસામમાં NRC યાદી જાહેર થયા બાદ ગુજરાતમાં સરવેની શા માટે ઉઠી માગણી, બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-1

વધુમાં આ કોફી વિથ વિપુલ જે અભિયાન છે તેને લઈને અમુક શરતો પણ રાખવામાં આવી છે અને તેના વિશે ટ્વિટર પર માહિતી પણ લોકોને આપવામાં આવશે. આમ પોલીસ વિભાગને લઈને તમારા મનમાં કોઈ વિશેષ સલાહસૂચનો હોય તો તમે જરુર આ કોફી પીવા જઈ શકો છો અને તમારું મંતવ્ય રાખી શકો છો. જો કે તમારે ટ્વિટર પર આઈપીએસ અધિકારીના પુછેલાં પ્રશ્નોના જવાબ પણ આપવાના રહેશે અને જો તમારું ફાઈનલ થશે તો તેમની સાથે કોફી પીવાનો આનંદ માણી શકો છો.

 

READ  PM મોદીના બંંદોબસ્તમાં આપઘાત કરનારા PSIનો VIDEO આવ્યો સામે

Gujarat Congress starts candidate selection process for by-polls | Tv9GujaratiNews

FB Comments