યુવરાજ સિંહની નિવૃતિના છેલ્લા 24 કલાક પછી ધોની-યુવીનું ‘Cold War’ ખુલીને સામે આવ્યું ? જાણો યુવીની નિવૃતિના 24 કલાક પછી શું થયું

વિશ્વ કપ 2019માં ભારતીય ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન દમદાર રહ્યું છે. ભારતે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમ સામે શાનદાર વિજય મેળવ્યો છે. જેમાં બંને મેચમાં રોહિત શર્મા અને શિખર ધવને સદી ફટકારી છે. ત્યારે ભારતીય ટીમને 2 વિશ્વ કપ જીતાડનારા ક્રિકેટર યુવરાજ સિંહે ક્રિકેટ જગતમાંથી નિવૃતિ જાહેર કરવાના સમાચાર પણ ભારતીય ટીમ સુધી પહોંચી ચૂક્યા છે.

ત્યારે 15 સભ્યોની ભારતીય ટીમમાંથી માત્ર 10 ખેલાડીઓએ જ તેમના ટ્વિટર એકાઉન્ટ પર યુવરાજ સિંહને શુભેચ્છાઓ આપી છે. તેમાં શિખર ધવન, રોહિત શર્મા, કેપ્ટન વિરાટ કોહલી, હાર્દિક પંડયા, કેદાર જાદવ, કે.એલ,રાહુલ. જસપ્રિત બુમરા, ભૂવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ અને મોહમ્મદ શામી સામેલ છે. તે સિવાય 5 ખેલાડીઓ વિજય શંકર, રવીન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક અને કુલદીપ યાદવે યુવરાજ સિંહને ટ્વિટર પર શુભેચ્છાઓ આપી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ સિંહ વચ્ચે પહેલા પણ કોલ્ડ વોર ચાલી રહ્યું હતું. ત્યારે યુવરાજ સિંહની નિવૃતિની જાહેરાત પછી ધોની અને યુવરાજ સિંહનું કોલ્ડ વોર ખુલીને બધાની સામે આવ્યું હોય તેવુ લાગી રહ્યું છે. કારણ કે મહેન્દ્ર સિંહ ધોનીએ યુવરાજ સિંહની નિવૃતિ પર તેમના ટ્વિટર એકાઉન્ટ પર કોઈ શુભેચ્છા આપી નથી. તે સિવાય ટીમના 4 ખેલાડીઓએ પણ યુવરાજ સિંહને ટ્વિટર પર શુભેચ્છા આપી નથી.

READ  ધોનીની કાર કલેક્શનમાં સામેલ થઈ વધુ એક કાર, કારની છે આ ખાસિયતો

આ પણ વાંચો: તમે ક્રિકેટ રમ્યા વગર પણ કમાઈ શકો છો લાખો રૂપિયા, ક્રિકેટના મેદાન પર હોય છે આ નોકરીઓ

ઉલ્લેખનીય છે કે 2004થી ધોની અને યુવરાજ સિંહ એક સાથે ક્રિકેટ રમી રહ્યાં છે. તેઓ વર્ષ 2004થી લઈને 2017 સુધી સતત 14 વર્ષ એક સાથે ક્રિકેટ રમ્યા છે અને ડ્રેસિંગ રૂમ પણ શેર કર્યો છે. યુવી અને ધોની છેલ્લા 14 વર્ષમાં કુલ 273 મેચ એક સાથે રમ્યા છે. જેમાં 29 ટેસ્ટ મેચ, 186 વન-ડે મેચ અને 58 ટી-20 મેચનો સમાવેશ થાય છે.

READ  અયોધ્યા વિવાદ: પુનર્વિચાર અરજી કોર્ટે ફગાવી, હવે બચ્યો છે આ એકમાત્ર વિકલ્પ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

14 વર્ષ સુધી બંને ખેલાડીઓ એક જ બસમાં ફર્યા છે. 14 વર્ષ સુધી બંને ખેલાડીઓ એક જ હોટલમાં રહ્યાં છે. બંને ખેલાડીઓએ 14 વર્ષ સુધી એક જ ટીમની ટી-શર્ટ પહેરી છે. તે છતાં પણ ધોનીએ ટ્વિટર પર યુવરાજ સિંહને શુભેચ્છાઓ આપી નથી તે એક ચર્ચાનો વિષય બન્યો છે.

READ  કેપ્ટન કોહલી આ ખેલાડીને ટીમમાં સ્થાન આપવા માટે 'હેટ્રિક મેન' શમીને કહી શકે છે 'Bye Bye'!

 

Oops, something went wrong.
FB Comments