ગુજરાત માટે આગામી 72 કલાક અત્યંત મુશ્કેલ, પડી શકે છે કાતિલ ઠંડી, ગરમ કપડાંમાં વિંટળાઈ જવા માટે થઈ જાઓ તૈયાર

આગામી 6 અને 7 જાન્યુઆરીએ ગાંધીનગર અને નલિયા ઠંડુ ગાર રહેશે. અન્ય શહેરોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે.

શિયાળો જામી રહ્યો છે. અને ઠંડી પણ તેનો ખરો મિજાજ બતાવી રહી છે. ખાસ તો હિમાચલ પ્રદેશમાં આગામી 72 કલાકમાં ભારે હિમ વર્ષા અને ભૂસ્ખલનનું ઍલર્ટ જાહેર કરાયું છે, ત્યારે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા છે.

જોકે બે દિવસ પડેલી ઠંડીએ હવે સામાન્ય વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 6 અને 7 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધુ વર્તાઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 6 અને 7 જાન્યુઆરીએ સામાન્ય તાપમાન કરતા પારામાં 4 ડીગ્રી ઘટાડો જોવા મળી શકે છે.

READ  Rajkot : Man committed suicide over 'wife's affair', made suicide video

આજના તાપમાનની વાત કરવામાં આવે તો. અમદાવાદમાં 10.8 ડીગ્રી. દિશા 9.7 ડીગ્રી અને ગાંધીનગર 7.4 ડીગ્રી.  અમરેલી 9.4 ડીગ્રી. જ્યારે મહુવા અને વલસાડમાં 9.1 ડીગ્રી અને નલિયામાં 10.4 ડીગ્રી તાપમાન નોંધાયું છે. અને તેમાં 6 અને 7 જાન્યુઆરીએ જે તાપમાન જોવા મળતું હોય છે. જેમ કે 12 ડીગ્રી તાપમાન રહેતું હોય તો તેમાં 4.5 ડીગ્રી આસપાસ તાપમાનમાં ઘટાડો રહી શકે છે.

READ  કોંગ્રેસમાં રાજ્યસભાની ટિકિટને લઈ રાજકારણ ગરમાયું, રાજીવ સાતવે અપનાવ્યું આકરું વલણ
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
6 અને 7 જાન્યુઆરી કેટલાક વિસ્તાર રહેશે ઠંડાગાર
6 અને 7 જાન્યુઆરી કેટલાક વિસ્તાર રહેશે ઠંડાગાર

હવામાન વિભાગની વાત માનીએ તો ઉતરી દિશા તરફથી ફૂંકાતા પવનના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. અને તેમાં પણ નલિયા અને ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

[yop_poll id=456]

READ  VIDEO: અમદાવાદમાં ફાઈવ સ્ટાર લૂંટ, જાણીતા સંગીતકાર શેખરને 3 ઈંડાનું બિલ 1,672 રૂપિયા ચૂક્વવુ પડ્યુ!

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192