રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, નલિયા 7.7 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર

Coldwave grips Gujarat
Coldwave grips Gujarat

રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધી ગયું છે. ઉત્તર ભારતમાં સતત થઇ રહેલા હિમપાતની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. વહેલી સવારથીજ ઠંડા પવનના કારણે કડકડતી ઠંડી પડી રહી છે. અમદાવાદ, ગાંધીનગર, ડીસા, નલિયા સહિતના શહેરોમાં હાડ થિજવતી ઠંડી પડી રહી છે.

જુઓ VIDEO :

નજર કરીએ તાપમાન પર તો સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઇ છે. નલિયામાં ઠંડીનો પારો 7.7 ડિગ્રી સુધી ગગડી ગયો છે તો વલસાડ, ડીસા અને ગાંધીનગરમાં પણ તાપમાન ગગડ્યો. વલસાડમાં 8.6, ડીસામાં 9.4 અને ગાંધીનગરમાં 9 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતુ. ત્યારે અમદાવાદમાં 10.2 ડિગ્રી તાપમાન, વડોદરામાં 11.4, રાજકોટમાં 11.3 અને અમરેલીમાં ઠંડીનો પારો 12.5 નોંધાયો હતો. વહેલી સવારે ફૂંકાતા ઠંડા પવનોના કારણે ઠંડીનો અહેસાસ વધુ થઇ રહ્યો છે.

READ  VIDEO: બીજા નોરતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે માણસામાં પોતાના કુળદેવી બહુચર માતાજીના દર્શન માટે પહોંચ્યા

મહત્વનું છે કે, છેલ્લા બે દિવસ ઠંડીનું જોર ઘટ્યું હતુ પરંતુ ફરી એકવાર ઠંડી વધી જતા લોકોની મુશ્કેલી વધી છે.

[yop_poll id=500]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments