હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં હજી આટલા દિવસ પડશે ધ્રૂજાવી દેતી ઠંડી

ગુજરાત રાજ્યભરમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. 5.6 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર સાબિત થયું છે. તો અમદાવાદ અને અન્ય મહાનગરોમાં પણ ભારે ઠંડી પડી રહી છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાત રાજ્યમાં ઠંડી  ઘણી વધી ગઈ છે. તેની અસર જનજીવન પર પણ જોવા મળી રહી છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ હજી પણ આવનારા દિવસોમાં ઠંડી વધવાની શક્યતાઓ છે.

કચ્છમાં પણ કોલ્ડવેવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કચ્છમાં 5 થી 6 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

ગુજરાતને અડીને આવેલું હિલ સ્ટેશન માઉન્ટ આબુ પણ ઠંડુગાર બની ગયું છે. ખુલ્લામાં પાણી મૂકાતા જ બરફ જામી જતા અહીં વાર નથી લાગતી. તેવામાં હવામાન ખાતાએ આગાહી કરી છે કે 18મી તારીખથી ગાત્રો થીડવી દે તેવી ઠંડી પડશે. રાજ્યમાં તાપમાન 8 ડિગ્રી સેલ્શિયસથી પણ નીચું જાય તેવી શક્યતા છે. આ ઠંડીનું મોજું 27 ડિસેમ્બર સુધી રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે.

આ પણ વાંચો: પંજાબમાં ટ્રેને લોકોને કચડ્યા તો ગુજરાતમાં સિહોને! જુઓ VIDEO

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

હવામાન વિભાગના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતના કારણે વાદળો છવાયેલા છે. જેના કારણે ઉત્તર ભારત તરફથી આવી રહેલા ઠંડા પવનોના કારણે ઠંડીમાં પણ વધારો નોંધાયો છે.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Himmatnagar Municipality seals 36 properties over tax dues - Tv9

FB Comments

Hits: 3132

Comments are closed, but trackbacks and pingbacks are open.