20થી વધુ વિદ્યાર્થીઓ ચાલુ બસની છત ઉપરથી નીચે પટકાયા, VIDEO થયો વાયરલ

College students in Chennai fall down from top of bus

ચેન્નઈમાં 20થી વધુ વિદ્યાર્થીઓ બસ ઉપરથી નીચે પટકાયા છે. જેનો VIDEO સામે આવ્યો છે. આવો VIDEO તમે ક્યારેય નહીં જોયો હોય. એક તરફ અમદાવાદમાં સ્કૂલવાનથી ત્રણ વિદ્યાર્થીઓ પટકાયાની ઘટના સામે આવી છે. તો બીજી તરફ ચેન્નઈમાં બસની છત ઉપર મુસાફરી કરતા 24 વિદ્યાર્થીઓ પટકાયાનો VIDEO વાઈરલ થયો છે.

આ પણ વાંચો: સમગ્ર રાજ્યભરમાં જામ્યો વરસાદી માહોલ, તાપી, જામનગર, રાજકોટ અને સુરતમાં મેઘમહેર યથાવત, જુઓ VIDEO

કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ડે ની ઉજવણી કરવામાં આવી રહી હતી. જે અંતર્ગત ગત સોમવારે બસ ડે સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું હતું. જેથી ચેન્નઇમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બસ અને તેની છત પર પણ સવાર થઇ ગયા હતા. તેઓ ચાલતી બસમાં બસની ઉપર ઉભા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

VIDEOમાં જોઈ શકાય છે તે પ્રમાણે, બસની આગળ બાઈકચાલક જઈ રહ્યો છે. બાઈકસવારે બ્રેક મારતા બસનો ડ્રાઈવર પર અચાનક બ્રેક મારે છે અને બસની ઉપર રહેલા તમામ વિદ્યાર્થીઓ એકસાથે નીચે પટકાય છે. જોકે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પરંતુ આ પ્રકારની જોખમી મુસાફરી ન ખેડવી જોઈએ.

READ  સુરત: જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો VIDEO થયો વાયરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments