વિશ્વ ઉમિયાધામમાં નીતિન પટેલના નિવેદન બાદ કોંગ્રેસ ધારાસભ્યએ આપી મુખ્યપ્રધાન બનાવવાની ઓફર

વિશ્વ ઉમિયાધામમાં નીતિન પટેલે એકલા પડી ગયા હોવાનું નિવેદન કર્યા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જો કે આ બાદ કૉંગ્રેસે વિધાનસભામાં નીતિન પટેલને ખુલ્લી ઓફર કરી છે. કૉંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે ગૃહમાં કહ્યું કે, તેઓ એકલા નથી પડી ગયા કૉંગ્રેસ તેમની સાથે છે. નીતિન પટેલ 15થી 20 ધારાસભ્યો લઈને કૉંગ્રેસમાં આવે તો કૉંગ્રેસ તેમને સીએમ બનાવશે. ઠુમ્મરની આ ટિપ્પણી પર પ્રદીપસિંહ જાડેજાએ પણ ટકોર કરી. તેમણે કહ્યું કે ગત વખતે તમારા 12 ધારાસભ્યો જતા રહ્યા હતા. એટલે તમે તમારું ઘર સંભાળો.

READ  Tapi : Fake currency printing factory busted, 1 nabbed - Tv9 Gujarati

આ પણ વાંચોઃ AMCમાં કોંગ્રેસ અને વિપક્ષના નેતા દિનેશ શર્માને બદલવાની રજૂઆતને હાઈકમાન્ડે નકારી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments