અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યાના કેસમાં 11 લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ

police constable

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે કરેલી આત્મહત્યા કેસમાં 11 લોકો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધવામાં આવી છે. કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફાલ્ગુની શ્રીમાળી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી. ફાલ્ગુનીએ જૂન મહિનામાં પોતાના ઘરે જ બાથરૂમમાં દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલા સુસાઈડ નોટ લખી હતી.

આ પણ વાંચોઃ Video: અલ્પેશ ઠાકોરનો ભાજપમાં જોડાવવાનો મામલો ગૂંચવાયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  હવે કેમેરા નહીં, 'ચિપ'વાળો સ્કૂલ યુનિફોર્મ રાખશે બાળકની દરેક હરકત પર નજર, 'ચિપ'વાળા સ્કૂલ યુનિફોર્મની કિંમત માત્ર રૂ.1,500!

 

જેમાં તેણે જણાવ્યું હતું કે, તે તેના પરિવાર સાથે વિરમગામ રહેતી હતી. પરંતુ પાડોશીઓના ત્રાસને કારણે તેઓ ચાંદખેડા રહેવા આવી ગયા. ફાલ્ગુની પાડોશીઓથી બદલો લેવા માગતી હતી. પરંતુ બદલો ન લઈ શકતા તેને આત્મહત્યા કરી લીધી છે. ચાંદખેડા પોલીસે બે કુટુંબના 11 લોકો વિરૂદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments