સલમાન ખાન અને તેમના બોડીગાર્ડની વિરૂધ્ધ મુંબઈના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, જાણો શું છે મામલો

સુપરસ્ટાર સલમાન ખાની વિરૂધ્ધ મુંબઈના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સલમાન ખાનની સાથે તેમના બોડીગાર્ડની વિરૂધ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ દાખલ કરનારા વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે સલમાન ખાને તેમની ગાડીમાંથી તેમનો ફોન લઈ લીધો છે. આ ફરિયાદ પછી સલમાન ખાનના બોડીગાર્ડે તેમની ક્રોસ ફરિયાદમાં પોલીસને જણાવ્યું કે આ વ્યક્તિ સલમાન ખાનની પરવાનગી વગર તેમનો પીછો કરી રહ્યો હતો અને તેમનો વીડિયો પણ લઈ રહ્યો હતો. ફરિયાદ દાખલ કરનારા વ્યક્તિએ જણાવ્યું કે તે એક સેલેબ્રિટી છે પણ કોઈની ગાડીમાં હાથ નાખીને ફોન લઈ લેવો યોગ્ય નથી.

 

READ  વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સારા સમાચાર! શિક્ષણ વિભાગે કરી મહત્વની જાહેરાત, જુઓ VIDEO

તેમની ફરિયાદમાં આ વ્યક્તિએ પોલીસને યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે. સલમાન ખાન સવારે જુહુના કાંદિવલી તરફ તેમની સાઈકલ લઈને જઈ રહ્યાં હતા. સલમાન ખાનને સાયકલ ચલાવતા જોઈને આ વ્યક્તિએ તેમના મોબાઈલમાં વીડિયો લેવા લાગ્યા હતા.

પોતાના ફોટા લેતા જોઈને સલમાન ખાન ભડકી ઉઠયા અને તેમને આ વ્યક્તિનો મોબાઈલ લઈને તેમના બોડીગાર્ડને આપી દીધો હતો પણ થોડા સમય પછી બોડીગાર્ડે તે વ્યક્તિને મોબાઈલ પાછો આપી દીધો હતો. આ મામલો પોલીસ સ્ટેશનમાં ગયો હતો.

READ  કોંગ્રેસનું મોદી પર ટ્વિટર વૉર, 1 કલાકમાં 9 ટ્વિટ કરીને ભાજપ પર લગાવ્યો નીરવ મોદીને વિદેશ ભગાડવાનો આરોપ

 

Oops, something went wrong.
FB Comments