બનાસકાંઠાના રાણપુર આંબા પ્રાથમિક શાળાની અકસ્માત સર્જનારા શિક્ષિકા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ

Complaint filed against teacher as Std. 2 girl crushed to death by her car in Ambaji, Banaskantha

બનાસકાંઠાના રાણપુર આંબા પ્રાથમિક શાળાની અકસ્માત સર્જનાર શિક્ષિકા સામે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ શિક્ષિકા શાળામાં કાર શીખી રહી હતી તે દરમિયાન એક માસૂમ બાળકી અડફેટે આવી જતાં તેનું મોત થયું હતું. શિક્ષિકા ખ્યાતિ ઉપાધ્યાય બાળકોને ભણાવવાની જગ્યાએ ચાલુ શાળા દરમિયાન શાળાના મેદાનમાં ગાડી શીખી રહ્યા હતા. જે સમય દરમિયાન જ શાળામાં બીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની બીજારીબેન સોલંકી કારની અડફેટે આવી ગઈ હતી. જેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.

READ  વડોદરામાં યુવતીને એસિડ એટેકની ધમકી, જુઓ VIDEO

આ પણ વાંચોઃ સુરતના ડુમ્મસની દારૂ પાર્ટીમાં ઝડપાયેલા 39 આરોપીને કોર્ટમાં કર્યા રજૂ

જે બાદ શિક્ષિકા સામે લોકોએ ફિટકાર વરસાવવાનો શરૂ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ બાદ પોલીસે હવે શિક્ષિકા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. સામાન્ય રીતે આવી ઘટનાઓ અકસ્માતે મોતના ચોપડે નોંધાય છે. પરંતુ આ કેસમાં શિક્ષિકાને એવી જાણ હતી કે તે શાળામાં કાર શીખશે તો કોઈને જીવ પણ જઈ શકે છે. છતાં તેણે શાળામાં જ કાર શીખવાનો પ્રયત્નો કર્યો અને તેમાં નિર્દોષ બાળકીનો જીવ જતાં હવે પોલીસે કલમ 304 હેઠળ તેની સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

READ  બનાસકાંઠામાં સઘન ચેકિંગ! રાજસ્થાન તરફથી આવતા વાહનો દ્વારા દારૂ ઘૂસાડવામાં ન આવે તેના માટે તપાસ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments