2019ને એન્જૉય કરવા માંગતા હોવ, તો આજે જ પતાવી લો આ પાંચ કામ, નહિંતર હેરાન થવું પડશે આખું વર્ષ

વર્ષ 2018 આજે ખતમ થઈ રહ્યું છે. એવામાં જો નવા વર્ષની શરુઆત ટેન્શન ફ્રી થઈને કરવા માંગો છો, તો પછી આ 5 જરૂરી કાર્યો આજે જ પતાવી લો, કારણ કે આ કામો એવા છે કે જેમને 2019 પર ટાળવાથી આપ મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.

31 ડિસેમ્બર છે ડેડલાઇન

દેશની મુખ્ય બૅંકો અને આવકવેરા વિભાગે આ વર્ષે 31 ડિસેમ્બરને છેલ્લી તારીખ નિશ્ચિત કરી છે. આ ડેડલાઇન આપના આવકવેરા રિટર્નથી લઈ બૅંક ખાતાઓ અંગે છે. જો આપ ડેડલાઇન પહેલા કામ નહીં પતાવો, તો દંડ માટે જવાબદાર આપ જ હશો.

બંધ થશે આ એટીએમ કાર્ડ

1 જાન્યુઆરી, 2019થી આપનું જૂનું એટીએમ કાર્ડ અને ચેક બુકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થઈ જશે. ભફારતીય રિઝર્વ બૅંક (આરબીઆઈ) દ્વારા કરવામાં આવેલા આદેશ બાદ હવે તમામ બપૅંકો પોતાના ગ્રાહકોને આવું કરવા માટે સંદેશાઓ પણ મોકલી રહી છે.

જો આપની પાસે બૅંક દ્વારા ઇશ્યુ કરાયેલા જૂનું મૅગ્નેટિક સ્ટ્રિપ ધરાવતું એટીએમ કાર્ડ છે, તો તે 1 જાન્યુઆરીથી બ્લૉક થઈ જશે. 1 જાન્યુઆરીથી માત્ર ઈએમવી ચિપ ધરાવતું એટીએમ કાર્ડ જ પ્રયોગમાં લાવી શકાશે. જોકે એસબપીઆઈએ 28 નવેમ્બરે જ જૂના ડેબિટ કાર્ડનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દિધો હતો.

ચેક કરો પોતાનું નેટબૅંકિંગ

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

31 ડિસેમ્બર પહેલા એસબીઆઈમાં પોતાનો મોબાઇલ નંબર જરૂર રજિસ્ટર્ડ કરાવી લો, જો આપ નેટબૅંકિંગ સેવાનો ઉપયોગ કરવા માંગતા હોવ, તો. આવું ન કરવાથી આપ નેટબૅંકિંગનો ઉપયોગ નહીં કરી શકો. તેથી પોતાના મોબાઇલ નંબરને પોતાના બૅંકની શાખામાં જઈને જરૂરથી રજિસ્ટર્ડ કરાવી લો.

બંધ થઈ જશે આ ચેકબુક

આરબીઆઈએ લગભગ 3 મહિના પહેલા નિર્દેશ આપતા કહ્યુ હતું કે 1 જાન્યુઆરી, 2019થી નૉન સીટીએસ ચેક બુકનો પ્રયોગ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે. આરબીઆઈના નિર્દેશનું પાલન કરી બૅંકો આવા ચેકને સંપૂર્ણપણે બંધ કરવા જઈ રહી છે.

ફાઇલ કરી દો આઈટી રિટર્ન

જો આપે નાણાકીય વર્ષ 2017-18નો આવકવેરા રિટર્ન (આઈટીઆર) હજી સુધી દાખલ નથી કર્યો, તો આજે જ પતાવી લો. આ આઈટીઆર ફાઇલ કરતી વખતે આપે 5 હજાર રૂપિયાનો દંડ પણ ભરવાનો રહેશે. જોકે આપ 1 જાન્યુઆરીથી લઈ 31 માર્ચ, 2019 સુધી આઈટીઆર ફાઇલ કરશો, તો પછી દંડની રકમ વધીને 10 હજાર રૂપિયા થઈ જશે.

Did you like the story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Congress leader Alpesh Thakor to take out Ekta Yatra on January 20- Tv9

FB Comments

Hits: 73

Comments are closed, but trackbacks and pingbacks are open.