VIDEO: શાળા વિલીનીકરણનો વિરોધ, કોંગ્રેસે પોતાના હસ્તક જિલ્લા પંચાયતોને શાળાઓના વિલીનીકરણનો ઠરાવ ન કરવા આપી સૂચના

congress-against-merger-of-schools-in-gujarat

ગુજરાતની અંદાજીત 6,000 શાળાઓનું રાજ્ય સરકાર વિલીનીકરણ કરવા જઈ રહી છે. આ નિર્ણયનો કેટલાક શિક્ષકો વિરોધ કરી રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસ પણ આ વિરોધમાં સામેલ થઈ છે. ત્યારે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે. કોંગ્રેસ પ્રમુખે કોંગ્રેસ સંચાલિત જિલ્લા પંચાયતોના પ્રમુખોને સૂચના આપી છે કે તેમની પંચાયતો હેઠળ આવતી શાળાઓને વિલીન ન કરે.

READ  સુરત બાદ હવે રાજકોટ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો વિરોધ, લાઈટ અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓને લઈને વિરોધ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ગુજરાતની 18 જિલ્લા પંચાયત કોંગ્રેસ હસ્તક છે. જો જિલ્લા પંચાયત શાળાનું વિલીનીકરણ ન કરવાનો ઠરાવ કરશે તો સરકાર શાળાઓને ભેળવી દેવાના આ નિર્ણયનું પાલન નહીં કરાવી શકે. મહત્વનું છે કે કોંગ્રેસે સરકારના નિર્ણયનો વિરોધ કરવા પોતાનો પાવર વાપર્યો છે. બીજી તરફ આ મામલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે કે કોંગ્રેસ ખોટી બાબતે રાજકારણ કરી રહી છે. વિલીનીકરણનો નિર્ણય વધુ સુવિધા માટે અને સારી ગુણવત્તા માટે છે.

READ  શહીદ જવાનોના પરિવાર માટે ગુજરાત સરકારમાં માત્ર 4 લાખ રુપિયા આપવાની પોલીસી, CM વિજ્ય રુપાણીએ ક્હ્યું આગામી સમયમાં શહીદોના પરિવારને મળતી રકમ વધારવા અંગે નિર્ણય લઈશું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: વડોદરામાં ડેન્ગ્યુએ વધુ એકનો લીધો ભોગ, 20 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત

FB Comments