સરકારી અનાજનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સંત મોરારિ બાપુનો ઉલ્લેખ કર્યો

morari-bapu

ભાજપના શાસનમાં ગરીબ માણસના અનાજનો પુરવઠો બારોબાર વેચાતો હોવાનો કોંગ્રેસે વિધાનસભામાં આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે વિધાનસભામાં આક્ષેપ કર્યા કે મોરારી બાપુના નામે બારકોડેડ રાશનકાર્ડ બન્યું છે. જેમાં હરિયાળી મોરારી બાપુ, નર્મદાબેન, પાર્થિવ મોરારી બાપુ, રાધિકા હરિયાળી સહિત 6 વ્યક્તિના નામ છે. અને રાધિકાબેને રાશનકાર્ડથી રાશનનો જથ્થો ઉપાડ્યો હોવાના પુરાવા કોંગ્રેસે રજૂ કર્યા છે.

READ  #Monsoon2017 : Authorities on alert after heavy rains hit Ahmedabad - Tv9 Gujarati

આ પણ વાંચોઃ કચ્છ: બાઈક, ટ્રક અને છકડા વચ્ચે ત્રીપલ અકસ્માતમાં 10નાં મોત, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગુજરાત વિધાનસભામાં ઉઠેલા મુદ્દા બાદ મોરારીબાપુના સ્વજનોમાંથી કોઇએ રાશન લીધું છે કે નહીં તેની તપાસ કરવાને બદલે ભાજપ સમગ્ર વાતને આડેપાટે લઇ જઇ રહ્યું છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાને વિધાનસભા ગૃહમાં મોરારી બાપુના થયેલા ઉલ્લેખને અયોગ્ય ગણાવ્યો. જયેશ રાદડિયાએ કહ્યું કે સંતને બદનામ કરનારી કોંગ્રેસે માફી માગવી જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments