મધ્યપ્રદેશમાં સત્તા માટે હોર્સ ટ્રેડિગ? જાણો કોંગ્રેસના 8 ધારાસભ્ય ક્યા છે?

congress-alleges-horse-trading-by-making-viral-video-of-bjp-leader-narottam-mishra

મધ્યપ્રદેશમાં ફરીથી હોર્સટ્રેડિંગ જેવી સ્થિતિ ઉભી થઈ છે. જેમાં કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપે 8 ધારાસભ્યોને બંધક બનાવી લીધા હતા. આ વખતે રાજનીતિનું કેન્દ્ર બની માનેસર ખાતે આવેલી આઈટીસીની હોટેલ બની છે. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના ધારાસભ્યોને ત્યાં રાખવામાં આવ્યા છે. જો કે હોર્સ ટ્રેડિગમાં ભાજપનો જ હાથ છે તેવું સાબિત કરવા માટે કોંગ્રેસે એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વહેતો કર્યો છે. જેમાં કોંગ્રેસના પૂર્વ મંત્રી અને હાલના ભાજપના સિનિયર નેતા નરોત્તમ મિશ્રા નજરે પડી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  16 વર્ષનો બાળક 6 કલાક સુધી PUBG રમતો રહ્યો અને હારી ગયા બાદ થયું મોત, ડૉક્ટરોએ જણાવ્યું આ કારણ

scindia-warn-madhya-pradesh-kamalnath-govt-over-party-manifesto

આ પણ વાંચો :   VIDEO: મહીસાગરના સંતરામપુરમાં MGVCLના કર્મચારીઓની ટીમ પર ચેકીંગ દરમિયાન હુમલો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ વીડિયોમાં ભાજપના સિનિયર નેતાઓ ધારાસભ્યો લાવવાની વાત કરી રહ્યાં છે. નરોત્તમ મિશ્રા વીડિયોમાં એવું કહેતા નજરે પડે છે કે કેટલાક ધારાસભ્યો તમારી પાસે છે જ્યારે કેટલાંક ધારાસભ્યો મારી પાસે છે. એક વાર આવી જાઓ તો રાજ કરીશું. રાજ્યપાલથી સીધી વાત કરીશું અને સીધું જ ખત્મ કરીશું અને કાલે છે શપથગ્રહણ તો આજ કરો તો 24 કલાકમાં જ શપથગ્રહણ.

READ  રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામાં મંજૂર, કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચવું પડે એવી સ્થિતિ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ આ વીડિયોને કોંગ્રેસ દ્વારા વાઈરલ કરવામાં આવ્યો છે અને તેની સાથે જ ભાજપ પર હોર્સ ટ્રેડિગનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે. સમાચાર એજન્સી સાથે વાત કરતાં નરોત્તમ મિશ્રાએ જાણકારી આપી કે કોંગ્રેસના 15-20 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે.

READ  જયપુરથી પરત આવ્યાં કોંગ્રેસના ધારાસભ્યો, કોરોનાની સામે લડવા કરી આ માગ

 

Oops, something went wrong.
FB Comments