કોંગ્રેસ ઇચ્છે તો અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ ચપટીમાં થઇ જાય ગાયબ, કોંગ્રેસની દયા પર છે ધારાસભ્ય

અલ્પેશ ઠાકોર સહિત બે કે ત્રણ ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા પણ રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા બાદ પણ અલ્પેશ ઠાકોર, ભરતજી ઠાકોર અને ધવલસિંહ ઝાલા ધારાસભ્ય છે.

વિધાનસભામાં આ તમામ નેતાઓ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે જ છે. ત્યારે જો કોંગ્રેસ ઇચ્છે તો આ ત્રણેયના ધારાસભ્યના પદ છીનવી શકે છે, તેના માટે હવે તે કાયદાકીય સલાહ પણ લઇ રહી છે, પણ નિષ્ણાંતો માને છે અલ્પેશ અને તેના બે સાથીઓને સસ્પેન્ડ ન કરીને કોંગ્રેસ 2 રણનિતિ ઉપર કામ કરી રહી છે, જેથી વાંસ પણ રહે અને વાંસળી પણ વાગે.

 

ધારાસભ્ય તરીકે ઠાકોર સેનાનો પ્રચાર કરતો અલ્પેશ

અલ્પેશ ઠાકોરે પોતાના 2 ધારાસભ્યો સાથે કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા. રાજીનામામાં લખ્યુ કે કોંગ્રેસના તમામ હોદ્દાપરથી તે રાજીનામુ આપે છે અને તેઓ હવે સીધા ઠાકોર સેનાના ઉમેદવારોના પ્રચારમાં કામે લાગી ગયા, ત્યારે હવે ચર્ચા એ છે કે તેઓ હવે ભાજપમાં ક્યારે જોડાશે? પણ અલ્પેશ ઠાકોર સ્પષ્ટ કરી ચુક્યા છે કે તેઓ હાલ ભાજપમાં નહી જોડાય. ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે અલ્પેશ ઠાકોર અને તેમના 2 અન્ય મિત્ર કઈ રીતે ધારાસભ્ય પદ ઉપર રહી શકે.

READ  'PREM' Effect : Now, non-performing' cops in Surat to face action - Tv9 Gujarati

 

પ્રાથમિક સભ્ય પદ રદ્દ કરી ધારાસભ્ય પદ છીનવી શકે છે કોંગ્રેસ

રાજકીય નિષ્ણાંત હરિભાઇ દેસાઈએ જણાવ્યું કે જો અલ્પેશ ઠાકોર સહિત કોંગ્રેસમાંથી રાજીનામા આપી ચુકેલા 3 ધારાસભ્યોના ધારાસભા પદ કોંગ્રેસ ઇચ્છે તો રદ્દ થઈ શકે છે. કોંગ્રેસે માત્ર તેમના રાજીનામા મંજુર કરીને એક નોટિસ આ ત્રણેય ધારાસભ્યોને મોકલી આપવાની હોય છે.

READ  શાળામાં શિક્ષક પર થયો હુમલો, વાલીઓએ માર્યો ઢોરમાર, જુઓ VIDEO

જેમાં એવુ લખેલુ હોય છે કે તમામ પદોથી રાજીનામુ એટલે પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ માની લેવામાં આવે છે. સાથે આ ત્રણેયના ધારાસભ્ય પદ રદ્દ કરવાની નોટિસ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને મોકલી આપવાની રહે છે, જેથી આ ત્રણેયના સભ્ય રદ્દ થઈ જાય, તેઓ આવી રીતે ધારાસભ્ય ન રહી શકે.

કોંગ્રેસ રમી રહી છે સેફ ગેમ

ત્યારે રાજકીય નિષ્ણાંત પ્રશાંત ગઢવી માને છે કે કોંગ્રેસ આ મામલે હજુ કાયદાકીય સલાહ લઇ રહી છે. કોંગ્રેસને લાગે છે કે ચૂંટણીનો સમય છે અને જો આવી રીતે કડક પગલા ભરાશે તો ભાજપને ફાયદો થઈ શકે છે, જેથી પાર્ટી હજુ માને છે અલ્પેશ ઠાકોર સહિતના 3 ધારાસભ્યો ભાજપમાં ગયા નથી તેનો પ્રચાર નથી કરી રહ્યા.

READ  સુરતના રહેણાંક વિસ્તારમાં ભરાયા પાણી, સ્કૂલ કરવી પડી બંધ, જુઓ VIDEO

ત્યારે પક્ષના કેટલાક નેતાઓ માને છે કે જો અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી સસ્પેન્ડ કરાય તો તેની સહાનુભુતિ મળી શકે છે. જેથી આ સહાનુભુતિ કમ સે કેમ આ બાગી નેતાઓને ન મળે અને ઠાકોર સમાજ કોંગ્રેસ સાથે રહે તો ફાયદો અલ્પેશના વિરોધ કરતા વધુ પક્ષને થઈ શકે છે અને એટલે જ પાર્ટી હજુ થોભો અને રાહ જુઓના મુડમાં છે.

 

Oops, something went wrong.
FB Comments