ભાજપના પ્રશ્ન સામે કોંગ્રેસનું ‘પ્રદર્શન’, કોંગ્રેસે પોતાની 60 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવીને આપ્યો જવાબ

કોંગ્રેસ હવે ભાજપના પ્રચારની વિરુધ્ધમાં તેમણે 60 વર્ષના પોતાના રાજમાં શું કર્યું તે બતાવવાની તૈયારીમાં છે. કોંગ્રેસ પાર્ટી એક પ્રદર્શનનો સહારો લઈને પોતાની 60 વર્ષની સિદ્ધી લોકો સમક્ષ મુકશે. 

અમદાવાદની હઠીસિંગ આર્ટ ગેલેરી, સેપ્ટ કેમ્પ્સ, અમદાવાદ, ગુજરાત કોંગ્રેસે ખાતે  એક ખાસ પ્રદર્શનીનુ આયોજન કર્યુ.  જેનું નામ રાખવામાં આવ્યું છે  કોંગ્રેસના 60 વર્ષ. આ પ્રદર્શનીમાં 75 જેટલા વિવિધ પ્રકારના ફોટા મુકવામા આવ્યા છે. જેમાં આઝાદી કાળથી લઇને 2014 સુધીમાં કોંગ્રેેસના શાસનમાં કયા કામો થયા?  કેવી રીતે ઉપલબ્ધીઓ રહી? પંડીત જવાહર લાલ નેહરુથી લઇને મનમોહનસિંહ સુધીની ઉપલબ્ધીઓ ગણાવાઇ છે. આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કોંગ્રેસના ખચાનજી અહેમદ પટેલે કર્યું, તો રાજ્યના તમામ સિનિયર અને જુનિયર નેતાઓ પણ  ઉપસ્થિત રહ્યા.

 

READ  લોકસભા ચૂંટણીની હાઇપ્રોફાઇલ બેઠકો, ભલે ગુજરાતમાં મતદાન 23 એપ્રિલના હોય પણ સમગ્ર દેશની નજર આ બેઠકો પર જરૂરથી રહેશે

કોંગ્રેસની આ પ્રદર્શની અમદાવાદમાં તો બે દિવસ રહેશે, પણ આ પ્રદર્શીનીને ગ્રામીણ વિસ્તારો,તાલુકા જિલ્લા મથકો સુધી લઇ જવાશે. આ પ્રદર્શનીને યુવાનો સુધી પહોચાડવા માટે ડિઝીટલ મીડિયા તેમજ  સોશિયલ મિડીયાનો પણ ઉપયોગ કરાશે.  કોંગ્રેસને હવે લાગે છે કે તેના 60 વરસના કામોને લોકો સુધી તે નહી પહોચાડે તો ભાજપના પ્રચાર સામે તેના ઇતિહાસને લોકો ભુલી જશે.  આ કાર્યક્રમમાં ઉપસ્થિત કોગ્રેસના સચિવ શક્તિસિંહ ગોહિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર તેમની મિમિક્રી કરીને પ્રહારો કર્યા. 

READ  ISRO પ્રમુખ કે.સીવનને વિક્રમ લેન્ડરના કાટમાળ અંગે કર્યો આ ખુલાસો, NASA પહેલા અમારી પાસે હતી માહિતી

આમ આ કાર્યક્રમમાં કોંગ્રેસના તમામ નેતાઓની હાજરી જોવા મળી. પ્રથમ વખત લોકસભાની ચૂંટણી પહેલા લાગ્યુ કે તેઓ ભાજપના પ્રચાર સામે પોતાની વાતો લોકો સુધી નહી પહોચાડે તો તેમને નુકશાન થઇ શકે છે.  મહત્વની વાત એ છે ગુજરાતમા આગામી એક અઠવાડીયામાં જો રણનીતિ સફળ થશે તો તેને સમગ્ર દેશમાં લઇ જવાનો નિર્ણય  પણ કરાશે.  આથી કોંગ્રેસ માટે લોકોના મનમાં ફરીથી વિશ્વાસ પેદા કરી શકાય અને મતદારોને ફરીથી જોડી શકાય.

READ  ગુજરાતમાં પાણીની સમસ્યાનો તાગ મેળવવા કોંગ્રેસના નેતા ગુજરાત ભ્રમણ કરીને તૈયાર કરશે રિપોર્ટ

[yop_poll id=1721]

Oops, something went wrong.
FB Comments