લોકસભા ચૂંટણી-2019: કોંગ્રેસે જાહેર કરી 21 ઉમેદવારોની બીજી યાદી, મુરાદાબાદથી ચૂંટણી લડશે અભિનેતા રાજ બબ્બર

લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં કોંગ્રેસ પાર્ટી તેજી દાખવી રહી છે. લોકસભાના 21 ઉમેદવારોના નામ સાથે કોંગ્રેસે પોતાની બીજી યાદી જાહેર કરી દીધી છે.

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. પહેલી યાદી પણ કોંગ્રેસ જાહેર કરી હતી જેમાં ગુજરાતના પણ ઉમેદવારોના નામ હતા. હવે કોંગ્રેસે પોતાના બીજા 21 ઉમેદવારોના નામ સાથેની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગુજરાતના કોઈ પણ ઉમેદવારનો સમાવેશ કરવામાં આવ્યો નથી. કોંગ્રેસે માત્ર ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉમેદવારોની જ યાદી બહાર પાડી છે. જેમાં નાગપુર, ગઢચરોલી જેવી સીટોનો સમાવેશ થાય છે.

 

આ યાદીમાં ઉત્તરપ્રદેશના 16 ઉમેદવારો અને મહારાષ્ટ્રના 5 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં કોંગ્રેસે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર બિંદની વિરુદ્ધમાં લલિતેશ  ત્રિપાઠીને મિરજાપુરની સીટથી મેદાનમાં ઉતાર્યા છે.

Ahmedabad: 2 youths burnt to death as bike catches fire on Bavla-Dholka road- Tv9

FB Comments

TV9 WebDesk8

Read Previous

હવે WhatsApp પર વિવાદાસ્પદ ટિપ્પણી કે પોસ્ટને લઈને ગ્રુપ એડમિનની ધરપકડ નહીં કરી શકાય:સુપ્રીમ કોર્ટ

Read Next

ગુજરાતનો પ્રથમ કિસ્સો, માતા-પિતાએ 22 વર્ષની અસાધ્ય બિમારીથી પિડાતી પથારીવશ દીકરી માટે હાઈકોર્ટમાં કરી ઈચ્છામૃત્યુની માગ

WhatsApp chat