દેશના અર્થતંત્રને લઈને કોંગ્રેસની કટાક્ષમાં ભાજપને સલાહ, જાણો શું કહ્યું?

દેશના અર્થતંત્રને લઈને મોદી સરકારે અંતે અર્થશાસ્ત્રીઓને સૂચનો આપવા માટે બોલાવ્યા હતા. મોદી સરકાર એવું ઈચ્છી રહી કે આ વખતે બજેટમાં એવા નિર્ણયો લેવાઈ કે જેમાં દરેક વર્ગને લાભ મળી શકે. પ્રી બજેટ કન્સલ્ટેશનના નેજા હેઠળ ભાજપ છેલ્લાં 15 દિવસ વિવિધ અર્થશાસ્ત્રીઓ પાસેથી આ અંગે સૂચનો મગાવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

-nirmala-sitharaman-absence-prime-minister-narendra-modi-meeting-top-economists-niti-aayog-union-budget-

આ પણ વાંચો :   તો શું મહારાષ્ટ્રમાં મનસે ભાજપનું ગઠબંધન થશે? જાણો દેવેન્દ્ર ફડણવીસનો જવાબ

READ  સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં વિપક્ષી પાર્ટીઓના નેતા રાષ્ટ્રપતિને મળ્યા, નાગરિકતા કાયદા પર વિરોધ વ્યક્ત કર્યો

આ બજેટને લઈને નીતિ આયોગના નિષ્ણાંતો અને અર્થશાસ્ત્રીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરાયું. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, પીયૂષ ગોયલ અને નીતિન ગડકરી પણ સામેલ રહ્યાં હતા.

જો કે આ અર્થતંત્રને લઈને મોટી બેઠક હોય અને તેમાં દેશના નાણામંત્રી ના હાજરી આપે તો? કોંગ્રેસે આ મુદાને લઈને ટ્વીટર પર રાજનીતિ કરી હતી. કોંગ્રેસ ટ્વીટ કરીને લખ્યું કે એક સૂચન છે કે આગામી બજેટની બેઠકમાં નાણામંત્રીને સામેવ કરવા પર વિચાર કરજો. આમ કોંગ્રેસે કટાક્ષમાં નિર્મલા સિતારમણ અને ભાજપ પર વાર કરી દીધો હતો.

READ  હૈદરાબાદ રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર જયા બચ્ચને આપ્યું આ નિવેદન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ક્યારથી બજેટ સત્ર થશે શરુ?
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીના રોજથી શરૂ થવા જઈ રહ્યું છે. આ બજેટ સત્ર 3 એપ્રિલ સુધી ચાલશે. આ વખતે ફેબ્રુઆરીમાં જ દેશનું નવી પ્રથા મુજબ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોદી સરકાર 2.0નું નિર્મલા સિતારમણ આ બીજૂં બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. મોદી સરકાર પર દેશની આર્થિક સ્થિતિને લઈને સવાલો ઉઠી રહ્યાં છે અને વિકાસના સરકારી આંકડાઓ પણ ભાજપ સરકારના પક્ષમાં નથી.

READ  કિન્નરોની દાદાગીરી! વસ્ત્રાપુરમાં રહેતી એક મહિલાને કિન્નરોએ બિભત્સ ગાળો આપી

 

Oops, something went wrong.
FB Comments