કોંગ્રેસનું CAA-NRCની વિરૂદ્ધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ કહ્યું નોટબંધીથી મોટો ઝટકો સાબિત થશે

congress foundation day indian national congress rahul gandhi caa nrc protest congress nu caa nrc ni virudh pradarshan rahgul gandhi e kahyu notbandhi thi moto jatko sabit thase

કોંગ્રેસના 135માં સ્થાપના દિવસે નાગરિકતા સુધારા કાયદા (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NCR)નો કોંગ્રેસ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે કેરળમાં રાજભવન તરફ CAA અને NCRની વિરૂદ્ધ વિરોધ માર્ચ કાઢી હતી. તે દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂર, પી.ચિદમ્બરમ, કે.સી.વેણુગોપાલ સામેલ થયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સ્કૂલ નથી જોઈ, પશુપાલનથી ગુજરાતની આ મહિલા મેળવે છે વર્ષે 80 લાખની આવક

કોંગ્રેસના સ્થાપના દિવસ પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટી મુખ્યાલયમાં ઝંડો ફરકાવ્યો હતો. ત્યારે રાહુલ ગાંધીએ NRC અને CAAને લઈ મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે સરકારનું આ પગલું ગરીબ લોકો માટે નોટબંધીથી પણ મોટો ઝટકો સાબિત થશે. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારના 15 મિત્રોએ કોઈ કાગળ આપવા પડશે નહીં પણ બાકી ગરીબ લોકો તેનાથી પરેશાન થશે અને આ પગલું નોટબંધીથી પણ મોટો ઝટકો સાબિત થશે.

READ  અડવાણીને ગાંધીનગર બેઠક પરથી ટિકિટ ન મળતાં કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન, વૃદ્ધોનો આદર નથી ત્યાં જનતાનાં વિશ્વાસનો આદર કઇ રીતે ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

‘બંધારણ બચાવો, દેશ બચાવો’ કાર્યક્રમ હેઠળ રાજ્યોની રાજધાનીમાં ધ્વજ ફરકાવ્યાની સાથે પ્રદેશ કોંગ્રેસ કમિટીઓના અધ્યક્ષ ‘બંધારણ બચાવો, ભારત બચાવો’નો સંદેશ લઈ ફ્લેગ માર્ચ કાઢી રહ્યા છે. તે આ ઉદ્દેશ્ય માટે આયોજિત સાર્વજનિક સભાઓમાં તેમની ભાષાઓમાં બંધારણની પ્રસ્તાવના પણ વાંચી રહ્યા છે.

READ  VIDEO: કચ્છમાં વરસ્યો કમોસમી વરસાદ, ભુજ, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારોમાં વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: માઉન્ટ આબુ ઠંડુગાર, માઈનસ 1 ડિગ્રી તાપમાન નોંધાયું

 

Oops, something went wrong.
FB Comments