કૉંગ્રેસના નેતાઓએ ગાંધી, નહેરૂ, સરદારનું પહેલા કરી નાખ્યું અપમાન, ભાન થતા જ ભૂલ સુધારી!

60 વરસમાં કોગ્રેસના યોગદાન કાર્યક્રમમાં ગાંધી,નેહરુ અને સરદારનુ થયુ અપમાન, કોગ્રેસી કાર્યકર્તાઓમાં થઇ રહી છે ચર્ચા

કોંગ્રેસે પોતાના 60 વર્ષના કાર્યકાળમાં શું કર્યું તેના પ્રદર્શનનું આયોજન કર્યું હતું. તેમાં જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલના ફોટાનું અપમાન થઈ રહ્યું છે તેની જાણ થતાં જ કોંગ્રેસના નેતાઓ સફાળા જાગ્યા હતા અને ફોટાઓને વ્યવસ્થિત જગ્યાએ મુકયા હતાં.

 

અહેમદ પટેલને આવવામાં  મોડું થાય એવુ હતુ જેથી કાર્યક્રમ શરુ કરી દેવામાં આવ્યો હતો.  પહોંચેલા નેતાઓનું  સુતરની આટીથી સ્વાગત કરાયુ અને તેમને ઐતિહાસિક કહી શકાય તેવા મોટાફ્રેમ વાળા ફોટા આપવામાં આવ્યા જેમા મહાત્મા ગાંધી વચ્ચે અને તેમની આજુબાજુ જવાહરલાલ નેહરુ અને સરદરાર વલ્લભભાઇ પટેલ હતા, આ તસ્વીર તમામને યાદગીરી સ્વરુપે અપાઇ. આ તસ્વીરોને સારી જગ્યાએ મુકવાના બદલે ત્યાં જ પડેલા નાના ટીપોઇ પાસે જ મુકી દેવામાં આવી હતી.  આ ફોટા એમને એમ પડ્યા રહ્યા પણ વચ્ચે કેટલાક નેતાઓનો ધ્યાને આવ્યું કે  આવી રીતે ફોટા રાખવાથી વિવાદ થઇ શકે છે. બાદમાં  આ તાત્કાલિક આ ફોટાઓને ઉઠાવીને અન્યત્ર લઇ જવામાં આવ્યા હતા. જોકે આ ઘટના બની અહેમદ પટેલ, શક્તિસિંહ ગોહીલ, પરેશ ધાનાણી કે અમિત ચાવડા આવ્યા નહોતા. 

READ  મુ્ખ્યપ્રધાને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી સંબોધન કરતા કહ્યું કે આઝાદીના દિવસે નવા ગુજરાતનો સંકલ્પ લઈએ, જુઓ VIDEO

આ ઘટનાના સ્થાનિક કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ચર્ચા શરુ ગઇ કે આ તો ગાંધી, નેહરુ અને સરદારનુ અપમાન જ કહેવાય અને કોંગ્રેસ જેમનાથી ઉજળી છે તે જ મહાનુભાવોના ફોટા આવી રીતે મુકીને ભુલ કરી દેવી એ યોગ્ય નથી.

[yop_poll id=1725]

Oops, something went wrong.
FB Comments