હે રામ ! જેને આખી દુનિયાએ આતંકી હુમલો માન્યો, તેને દિગ્વિજયે આવું શરમજનક TWEET કરી આ શું કહી દીધું કે રાહુલ ગાંધીનું માથું પણ શરમથી ઝુકી જશે ?

પુલવામા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલી ઍર સ્ટ્રાઇક પર દેશમાં રાજકારણ પરાકાષ્ઠાએ છે, ત્યારે દિગ્વિજય સિંહે એક વિવાદાસ્પદ ટ્વીટ કરી દીધું છે.

 

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહે મંગળવારે ઍર સ્ટ્રાઇકને લઈને મોદી સરકાર પર એક પછી એક TWEET કરીને જોરદાર હુમલો કર્યો, પરંતુ સરકારને ઘેરતી વખતે તેઓ ભાન ભૂલી ગયાં કે તેઓ આ ટ્વીટમાં શું લખી રહ્યા છે અને તેની આપણા દેશના લોકો તથા સેનાના મનોબળ પર કેવી અસર પડશે.

દિગ્વિજય સિંહે એક પછી એક 5 ટ્વીટ કર્યા, પરંતુ તેમાં એક ટ્વીટ એવું કર્યું કે જેનાથી દેશ આખો આવા નેતા સામે ફિટકાર વરસાવશે. દિગ્વિજયે આ ટ્વીટમાં પુલવામા આતંકવાદી હુમલાને દુર્ઘટના (ACCIDENT) કહી નાખ્યો. જેને પુલવામા આતંકી હુમલાને આખા વિશ્વે આતંકવાદી હુમલો માન્યો, જેમાં ભારતના 40 જવાનો શહીદ થયા, મોદી સરકાર અને ઍર ફોર્સે જેનો બદલો લેવા ઍર સ્ટ્રાઇક કરી, તે પુલવામા આતંકી હુમલા માટે દિગ્વિજયે અકસ્માત શબ્દ વાપર્યો.

જોકે દિગ્વિજય સિંહે કરેલા આ પાંચ ટ્વીટમાં સેનાના પરાક્રમના વખાણ કર્યા, શહીદોના પરિજનો સાથે સંવેદના વ્યક્ત કરી અને મોદી સરકાર પાસે ફરી એક વાર ઍર સ્ટ્રાઇકના સબૂત પણ માંગ્યા. તો શું દિગ્વિજય સિંહને ગઈકાલે ઍર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કરેલી સ્પષ્ટતાથી સંતોષ નથી થયો ?

READ  મુંબઈમાં લોકલ એસી ટ્રેનની ટિકિટના ભાવમાં વધારો, મુસાફરોએ નવા દર સાથે આ કિંમત ચૂકવવી પડશે

તમે પણ જુઓ દિગ્વિજય સિંહે કરેલી ટ્વીટની વણઝાર :

Howdy modiનો જવાબ મોદીએ બંગાળી, ગુજરાતી,પંજાબી સહિતની ભાષામાં આપ્યો

FB Comments