VIRAL FACT : કોંગ્રેસના નેતા દ્વારા મહિલા પર અત્યાચારનું વાયરલ સત્ય

This picture is going viral on social media
This picture is going viral on social media

સોશિયલ મીડિયામાં વાયરલ એક તસવીરનો દાવો છે કે કોંગ્રેસના એક નેતા દ્વારા મહિલા પર અત્યાચાર ગુજારવામાં આવે છે. તસવીર શેર કરીને ઘણા લોકો કોંગ્રેસ પર રોષ ઠાલવી રહ્યા છે પરંતુ વાસ્તવમાં આ તસીવરની હકીકત શું છે ? તે વાંચો આ અહેવાલમાં.

સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરી લોકો દાવો કરી રહ્યા છે કે કર્ણાટકમાં કોંગ્રેસના નેતા દ્વારા મહિલા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો.આરોપ ખુબજ ગંભીર છે અને કર્ણાટકના નામે વાયરલ આ તસવીર ગુજરાતમાં પણ ખુબજ શેર થઈ રહી છે પરંતુ તસવીરની હકીકત શું છે તે જાણ્યા વિના લોકો આ તસવીર પર કોમેન્ટ કરી રહ્યા છે અને તસવીર આગની જેમ સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે.

વાયરલ તસવીરમાં જોવા મળે છે કે એક શખ્સે મહિલાની સાડી ખેંચી રાખી છે અને આસપાસ અમુક ગુંડાઓ પણ જોવા મળે છે.આ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ત્યાં ઉપસ્થિત છે પરંતુ કોઈ મદદ માટે આગળ આવતું નથી

READ  દાદરાનગર-હવેલીમાં કોંગ્રેસ પાર્ટીના પ્રમુખે જ રાજીનામું આપતા રાજકારણ ગરમાયું
This picture is going viral on social media
This picture is going viral on social media

આ તરફ ભાજપની નેતા વિજેતા મલિકના કથિત ફેસબૂક પોસ્ટમાં પણ આ તસવીર જોવા મળી હતી. જેને લઈને આ તસવીર ખુબજ શેર કરવામાં આવી. વિજેતા મલિક હરિયાણા ભાજપની નેતા છે. જેમના કથિત ફેસબૂક પોસ્ટમાં આ તસવીર શેર થતા લોકોએ હાથોહાથ આ તસવીર શેર કરી હતી. આમ એક તરફ ચૂંટણીનો માહોલ છે તો બીજીબાજુ કોંગ્રેસના નામે આ તસવીર વાયરલ થઈ છે. માટે સ્વાભાવિક છે કે આ તસવીર ઘણા લોકોને ભ્રમિત કરી શકે માટે અમે આ તસવીરની તપાસ હાથ ધરી.

Image posted BJP's Haryana leader Vijeta Malik
Image posted BJP’s Haryana leader Vijeta Malik

વાયરલ તસવીરની તપાસ માટે અમે સૌ પ્રથમ તો ગૂગલમાં આ તસવીર સર્ચ કરવાનો પ્રયાસ કર્યો અને ત્યારે જ અમને ગૂગલમાં આ તસવીર મળી. તસવીરની સાથે બાજુમાં લખ્યું હતું ઔરત ખિલોના નાહી ફુલ ભોજપુરી મુવી-2015.આમ અહીં સ્પષ્ટ થયું કે આ એક ભોજપુરી ફિલ્મની તસવીર છે.આપને આ ફિલ્મના પોસ્ટરની તસવીર પણ બતાવી દઈએ જેમાં અભિનેતા તરીકે મનોજ તિવારી છે.હવે અમે યુટ્યુબમાં આ જ ફિલ્મના અમુક દ્રશ્યો તપાસી જોયા આખરે અમને ફિલ્મના એજ દ્રશ્યો જોવા મળ્યા કે જેની તસવીર વયારલ છે. ઔરત ખિલોના નાહી ફિલ્મમાં જે મહિલા પર અત્યાચારની વાત કરવામાં આવી છે તે એક ભોજપુરી ફિલ્મની અભિનેત્રી છે જેનું નામ રિન્કૂ ઘોષ છે. અને વિલનની ભૂમિકામાં છે અવધેષ મિશ્રા જેમને લોકો કોંગ્રેસના નેતા સમજી રહ્યા છે.

READ  જે બેઠક પરથી વડાપ્રધાન મોદીએ મેળવી હતી ઐતિહાસિક જીત, લોકસભા ચૂંટણીમાં તે બેઠક પર કોને બનાવશે ભાજપ દાવેદાર, મધ્ય ગુજરાતથી BJP-CONG કોને મોકલશે દિલ્હી
Image from Bhojpuri movie
Image from Bhojpuri movie

તો હવે આપને પણ સમજાઈ ગયું હશે કે કઈ રીતે સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરી લોકોને ભ્રમિત કરવામાં આવે છે. ભોજપુરી ફિલ્મના એક દ્રશ્યની આ તસવીર છે.વાયરલ તસવીરમાં કોઈ કોંગ્રેસના નેતા નથી. ખોટી માહિતી સાથે તસવીર શેર થઈ રહી છે. તો હવે જો તમારી પાસે પણ આ તસવીર શેર થઈને આવે તો તમારે સાચી માહિતી ધ્યાનમાં રાખવી તેમજ તસવીર ફોરવર્ડ કરનારાઓને પણ સાવધાન કરવા.

READ  રેલ યાત્રીઓને લાગશે મોટો ઝટકો, મુસાફરી બનશે મોંઘી

આમ અમારી તપાસમાં કોંગ્રેસના નેતા દ્વારા મહિલા પર અત્યાચારનો વાયરલ ફોટોનો દાવો ખોટો સાબિત થયો છે.

[yop_poll id=61]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

GST council cuts tax rates on job work in diamond industry to 1.5% from 5% | Tv9GujaratiNews

FB Comments