જીવન-મરણ તો ભગવાનના હાથમાં હોય છે: ગોવિંદ પટેલનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ VIDEO

રાજકોટમાં રોગચાળાની સાથે સાથે એક વિવાદ પણ વકર્યો છે અને આ વિવાદ છે જવાબદારીમાંથી છટકવાનો અને અન્યના માથે દોષનો ટોપલો ઢોળવાનો. રાજકોટમાં
જ્યાં રોગચાળાએ 3 માસૂમ બાળકોનો ભોગ લીધો છે અને અડધુ શહેર રોગચાળાના ખપ્પરમાં હોમાઇ રહ્યુ છે. આવા સમયે સત્તાના નશામાં ચકચૂર બનેલા રાજકોટના નેતાઓ નિવેદનબાજી કરવામાં પડ્યાં છે. એક તરફ ધારાસભ્ય ગોવિંદ પટેલ બાળકોના મોત પાછળ ભગવાનને નિમિત્ત બનાવી રહ્યાં છે, તો બીજી તરફ મેયર બીના આચાર્ય આ સ્થિતિ માટે વરસાદના માથે દોષનો ટોપલો ઢોળી રહ્યાં છે. આ નેતાઓને જાણે કે નિવેદનો કરવા સિવાય અન્ય કોઇ કામ જ નથી એવુ લાગી રહ્યું છે. કેમ આ નેતાઓ આવા બેજવાબદાર નિવેદનો કરી રહ્યા છે તે એક મોટો સવાલ છે. આ બંને નેતાઓ નિવેદન ઓછા અને કામ વધુ કરે તો રાજકોટનુ ભલુ થાય.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે કોઈ અગત્યના નિર્ણયો ના લેવા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આણંદ અને વડોદરાની APMCમાં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.2500, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સીના સમર્થનમાં આવ્યા કોંગ્રેસી સાંસદ શશિ થરુર, જાણો શું કહ્યું?

 

[yop_poll id=”1″]

FB Comments