નાગરિકતા સુધારા કાયદો લાગૂ કરવાથી કોઈ રાજ્ય ઈનકાર ના કરી શકે: કપિલ સિબ્બલ

congress leader kapil sibal said there is no way a state can deny the implementation of citizenship amendment act citizenship amendment act lagu karvathi koi rajya inkar na kari shake:Kapil sibal

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે શનિવારે કહ્યું કે નાગરિકતા સુધારા કાયદો હવે સંસદમાંથી પાસ થઈ ચૂક્યો છે. ત્યારે રાજ્યોની પાસે તેને લાગૂ ન કરવાનો કોઈ અધિકાર નથી. તેમને વધુમાં કહ્યું કે કાયદાનો અસ્વીકાર કરવો ‘ગેરબંધારણીય’ હશે.

Image result for kapil sibal"

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કપિલ સિબ્બલે કહ્યું નાગરિકતા સુધારા કાયદો પાસ થઈ ગયા પછી કોઈ રાજ્ય એ કહી શક્તુ નથી કે તે તેને લાગૂ નહીં કરે. આ સંભવ નથી અને ગેરબંધારણીય છે. તમે તેનો વિરોધ કરી શકો છો, વિધાનસભામાં એક પ્રસ્તાવ પસાર કરી શકો છો અને કેન્દ્ર સરકારને આ કાયદો પાછો લેવા માટે કહી શકો છો. કપિલ સિબ્બલે કેરળ લિટ્રેચર ફેસ્ટિવલમાં આ વાત કરી હતી.

READ  દેશના અર્થતંત્રને લઈને કોંગ્રેસની કટાક્ષમાં ભાજપને સલાહ, જાણો શું કહ્યું?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તેમને કહ્યું કે બંધારણીય રીતે એ કહેવું કે હું તેને લાગૂ નહીં કરૂ, તે ખુબ જ સમસ્યા પેદા કરી શકે છે અને મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં નાગરિકતા કાયદાનો ખુબ વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી પણ આ કાયદાનો વિરોધ કરી રહી છે. કેરળ અને પશ્ચિમ બંગાળની સરકારે આ કાયદાના વિરોધમાં કહ્યું છે કે તે તેમના રાજ્યમાં આ કાયદો લાગૂ નહીં કરે. ત્યારે આ સ્થિતીમાં કપિલ સિબ્બલનું આ નિવેદન ખૂબ મહત્વનું છે.

READ  હરિયાણા ચૂંટણીનું પરિણામઃ જાણો કોના ખાતામાં કેટલી બેઠક અને કયા જાણીતા ચહેરાઓને હારનું મોં જોવું પડ્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે ‘કરો યા મરો’નો મુકાબલો, બેંગ્લોરમાં 1.30 વાગ્યે શરૂ થશે મેચ

 

Oops, something went wrong.
FB Comments